Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / કારકિર્દી : Build a Career in Fine Arts After 12th Grade

VIDEO: 12મા ધોરણ પછી ફાઈન આર્ટ્સમાં બનાવો કારકિર્દી, જાણો કેટલી મળી શકે છે સેલેરી

Timeછેલ્લું અપડેટ : 17 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

આજકાલ નવા અને સર્જનાત્મક કારકિર્દી વિકલ્પો શોધતા વિદ્યાર્થીઓ માટે ફાઈન આર્ટ્સ એક આશાસ્પદ ક્ષેત્ર તરીકે ઉભરી રહ્યું છે. 12મુ ધોરણ પૂર્ણ કર્યા પછી જો કોઈ વિદ્યાર્થી ડ્રોઈંગ, પેઈન્ટીંગ, ડિઝાઇનિંગ અથવા અન્ય સર્જનાત્મક કાર્યોમાં રસ ધરાવતા હોય, તો ફાઈન આર્ટ્સમાં કારકિર્દી તેમની પ્રતિભાને નવી દિશા આપી શકે છે. આ ક્ષેત્ર ફેશન, મીડિયા, જાહેરાત અને શિક્ષણ જેવા વિવિધ ક્ષેત્રોમાં કામ કરવાની તકો પ્રદાન કરે છે. ફાઈન આર્ટ્સનો અભ્યાસ વિદ્યાર્થીઓને તેમની સર્જનાત્મક વિચારસરણીને વ્યવસાયમાં પરિવર્તિત કરવાની તક આપે છે અને અનુભવ સાથે તેઓ સારો પગાર અને ઓળખ બંને મેળવી શકે છે.

App Store

ફાઈન આર્ટ્સમાં કારકિર્દીની વધતી તકો

ફાઈન આર્ટ્સ એક એવું ક્ષેત્ર છે જ્યાં સર્જનાત્મકતા અને કલ્પનાશક્તિ મહત્ત્વપૂર્ણ છે. જેમાં વિદ્યાર્થીઓને ડ્રોઈંગ, પેઈન્ટીંગ, ડિઝાઇનિંગ, વિઝ્યુઅલ આર્ટ અને ક્રિએટીવ ટેકનીક શીખવવામાં આવે છે. આનાથી તેઓ તેમની કલાને પ્રોફેશન બનાવી શકે છે. આજે, ફેશન ઇન્ડસ્ટ્રી, મીડિયા હાઉસ, જાહેરાત એજન્સીઓ અને ડિઝાઇન કંપનીઓ એવા લોકોની શોધમાં છે જે નવીન અને આકર્ષક ડિઝાઇન બનાવી શકે. તેથી, ફાઈન આર્ટ્સનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ઘણા ક્ષેત્રોમાં નોકરીની તકો ઉપલબ્ધ છે.

ફેશન ડિઝાઇનર

ફેશન ડિઝાઇન ક્ષેત્રમાં કામ કરતા ડિઝાઇનર્સ કપડા, ઘરેણા અને અન્ય ફેશન એક્સેસરીઝ માટે નવી ડિઝાઇન બનાવે છે. ફેશન ઇન્ડસ્ટ્રી ઉપરાંત ફેશન ડિઝાઇનર્સ ફિલ્મ અને મનોરંજન જગત માટે પણ કામ કરી શકે છે. તેમને મોટી બ્રાન્ડ્સ અને ડિઝાઇન કંપનીઓ સાથે કામ કરવાની તક પણ મળે છે. જેમ જેમ આ ક્ષેત્રમાં અનુભવ વધે છે તેમ તેમ આવક અને ઓળખ બંને ઝડપથી વધે છે.

ગ્રાફિક ડિઝાઇનિંગ

ડિજિટલ યુગમાં ગ્રાફિક ડિઝાઇનિંગની માંગ ઝડપથી વધી છે. ગ્રાફિક ડિઝાઇનર્સ ફોટો, રંગો, ઇલસ્ટ્રેશન અને ટેક્સ્ટનો ઉપયોગ કરીને આકર્ષક ડિઝાઇન બનાવે છે. આ ડિઝાઇનનો ઉપયોગ જાહેરાત, બ્રાન્ડિંગ, વેબસાઈટ્સ, સોશિયલ મીડિયા અને માર્કેટિંગમાં થાય છે. ગ્રાફિક ડિઝાઇનર્સને મીડિયા કંપનીઓ, જાહેરાત એજન્સીઓ અને ડિજિટલ પ્લેટફોર્મમાં કામ કરવાની ઘણી તકો મળે છે.

ફાઈન આર્ટ્સ શિક્ષક બનવાનો વિકલ્પ

જે વિદ્યાર્થીઓ કલા સાથે ભણાવવામાં પણ રસ ધરાવતા હોય તેઓ ફાઈન આર્ટ્સ શિક્ષક બની શકે છે. આવા શિક્ષકો શાળાઓ, કોલેજો અને આર્ટ્સ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને ડ્રોઈંગ, પેઈન્ટીંગ અને અન્ય આર્ટ પ્રવૃત્તિઓ શીખવે છે. ફાઈન આર્ટ્સ શિક્ષક બનવા માટે સામાન્ય રીતે મજબૂત શિક્ષણ કૌશલ્ય સાથે BFA અથવા MFA ડિગ્રીની જરૂર પડે છે.

પગાર કેટલો મળે છે?

ફાઈન આર્ટ્સ સંબંધિત પ્રોફેશનમાં સારી કમાણીની સંભાવના છે. ભારતમાં ફેશન ડિઝાઇનરનો એવરેજ વાર્ષિક પગાર આશરે 4.3 લાખ રૂપિયા હોવાનો અંદાજ છે. ગ્રાફિક ડિઝાઇનર્સ લગભગ 3.8 લાખ રૂપિયા કમાઈ શકે છે. વધુમાં, ફાઈન આર્ટ્સ શિક્ષકની એવરેજ આવક દર વર્ષે લગભગ 3.6 લાખ રૂપિયા છે. અનુભવ અને વધુ સારી સ્કિલ્સ સાથે આ ક્ષેત્રોમાં આવક સતત વધતી જાય છે.

કોર્સ ફી કેટલી છે?

ફાઈન આર્ટ્સ કોકોર્સ ફી કોલેજ અને યુનિવર્સિટી પ્રમાણે બદલાય છે. ભારતમાં, સરકારી કોલેજોમાં BFA કોર્ષની કિંમત સામાન્ય રીતે દર વર્ષે 10,000થી 50,000 રૂપિયા જેટલી હોય છે. ખાનગી કોલેજોમાં ફી 50,000થી 2 લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે. MFA ફી પણ સંસ્થાના આધારે બદલાય છે. ઘણી સંસ્થાઓ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ અને નાણાકીય સહાય પણ પૂરી પાડે છે.