મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

અદાણી પોર્ટનો નફો 6 ટકા વધ્યો, રેવન્યુમાં 31 ટકાની તેજી છતાં શેરના ભાવ કેમ ઘટ્યા?

ગૌતમ અદાણીની કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ(અદાણી પોર્

અદાણી પોર્ટનો નફો 6 ટકા વધ્યો, રેવન્યુમાં 31 ટકાની તેજી છતાં શેરના ભાવ કેમ ઘટ્યા?

ગૌતમ અદાણીની કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ(અદાણી પોર્ટ્સ) એ નાણાકીય વર્ષ 2025-26ના જૂન ક્વાર્ટરનું પરિણામ જાહેર કર્યું છે. નવા નાણાકીય વર્ષના આ જૂન ક્વાર્ટરમાં અદાણી પોર્ટ્સનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 6.5% ના નજીવા વધારા સાથે રૂ. 3314.59 કરોડ પર પહોંચી ગયો છે. એક વર્ષ પહેલા જૂન ક્વાર્ટરમાં અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડનો ચોખ્ખો નફો રૂ. 3112.83 કરોડના સ્તરે હતો.

અદાણી પોર્ટ્સે માહિતી આપતા કહ્યું કે, આ વર્ષે જૂન ક્વાર્ટરમાં તેની આવક વાર્ષિક ધોરણે 31.2% વધીને 9126.14 કરોડ રૂપિયાના સ્તરે પહોંચી ગઈ છે જે એક વર્ષ પહેલા જૂન ક્વાર્ટરમાં 6956.32 કરોડ રૂપિયાના સ્તરે હતી. અદાણી પોર્ટ્સ કંપનીનું પરિણામ મંગળવારના ચાલુ કારોબારી સત્રમાં આવતા તેની અસર શેરના ભાવ પર પણ પડી હતી. બપોરે 2:06 વાગ્યે, અદાણી પોર્ટ્સનો શેર 1.28% ના ઘટાડા સાથે રૂ. 1370 પર ટ્રેડ થઈ રહ્યો છે. ગયા સોમવારે, શેર રૂ. 1888 પર બંધ થયો હતો.

જૂન ક્વાર્ટરમાં અદાણી પોર્ટ્સનો વ્યાજ, ઘસારો અને કરવેરા પહેલાનો નફો રૂ. 5495 કરોડ નોંધાયો છે, જે વાર્ષિક ધોરણે 13% નો વધારો દર્શાવે છે. એક વર્ષ પહેલા જૂન ક્વાર્ટરમાં કંપનીનો એબિટા રૂ. 4848 કરોડ હતો.

  • જૂન ક્વાર્ટરમાં લોજિસ્ટિક્સ અને મરીન બિઝનેસની આવકમાં 21%નો વધારો
  • આ વર્ષે જૂન ક્વાર્ટરમાં લોજિસ્ટિક્સની આવક રૂ. 1169 કરોડના સ્તરે પહોંચી ગઈ છે, જે એક વર્ષ પહેલા જૂન ક્વાર્ટરમાં રૂ. 571 કરોડના સ્તરે હતી.
  • મરીન બિઝનેસ સેગમેન્ટની આવક રૂ. ૫૪૧ કરોડ પર પહોંચી, જે વાર્ષિક ધોરણે ૨.૯ ગણી વૃદ્ધિ દર્શાવે છે. જૂન ક્વાર્ટરમાં કાર્ગો વોલ્યુમ ૧૨૧ મિલિયન મેટ્રિક ટન પર પહોંચ્યું, જે વાર્ષિક ધોરણે ૧૧% વૃદ્ધિ દર્શાવે છે.

આ સમાચાર શેર કરો