મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

સિનિયર સિટીઝનને હવે ફરી ક્યારે મળશે ટ્રેનના ભાડામાં રાહત? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો જવાબ

ટ્રેનના ભાડામાં ડિસ્કાઉન્ટની રાહ જોઈ રહેલા સિનિયર સ

સિનિયર સિટીઝનને હવે ફરી ક્યારે મળશે ટ્રેનના ભાડામાં રાહત? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો જવાબ

ટ્રેનના ભાડામાં ડિસ્કાઉન્ટની રાહ જોઈ રહેલા સિનિયર સિટીઝન અને સ્પોર્ટ્સ પર્સનને ફરી એકવાર નિરાશા સાંપડી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સંસદમાં કહ્યું છે કે, હાલમાં રેલવે સિનિયર સિટીઝન અને સ્પોર્ટ્સ પર્સનને આપવામાં આવેલી છૂટને ફરી શરૂ કરશે નહીં. સંસદના બજેટ સત્રમાં શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદી અને DAK સાંસદ કનિમોઝીએ સરકારને પૂછ્યું હતું કે, સિનિયર સિટીઝન અને સ્પોર્ટ્સ પર્સનને રેલવેના ભાડામાં રાહત ક્યારે મળશે.

શિવસેના અને ડીએમકેના સાંસદે પૂછ્યો પ્રશ્નો

બંને સાંસદોએ રેલવે પ્રધાનને પૂછ્યું હતું કે, શું સિનિયર સિટીઝન અને સ્પોર્ટ્સ પર્સન માટે રેલવે ટિકિટ પરની છૂટ હજી પણ લાગુ છે જેવી માર્ચ 2020 પહેલા હતી. જો હા, તો તે ક્યારથી લાગુ છે તેની વિગતો શું છે? જો નહીં, તો શું સરકાર રાહત ફરી શરૂ કરવાનું વિચારી રહી છે? આ ઉપરાંત તેમણે એમ પણ પૂછ્યું હતું કે, જો સરકાર રાહત ફરી શરૂ કરવાનું વિચારી રહી છે તો આ અંગે અંતિમ નિર્ણય ક્યારે લેવાય તેવી શક્યતા છે. અને જો સરકાર પાસે આવી કોઈ યોજના નથી તો તેના કારણો શું છે?

રેલવે મંત્રીએ શું કહ્યું?

આનો જવાબ આપતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, "ભારતીય રેલવે સમાજના તમામ વર્ગોને સસ્તી સેવાઓ આપવાનો પ્રયત્ન કરે છે અને 2022-23માં પેસેન્જર ટિકિટ પર 56,993 કરોડ રૂપિયાની સબસિડી આપી છે. સરેરાશ, રેલવેમાં મુસાફરી કરનાર દરેક વ્યક્તિને 46%ની છૂટ આપે છે. આ સબ્સિડી રકમ ઉપરાંત ઘણી કેટેગરીમાં છૂટ આપવામાં આવી રહી છે. જેમ કે, વિકલાંગોને, દર્દીઓની 11 કેટેગરીમાં અને વિદ્યાર્થીઓની 8 કેટેગરીમાં રાહત આપવામાં આવી રહી છે. રેલવે મંત્રીના આ જવાબથી સ્પષ્ટ છે કે, સરકાર સિનિયર સિટીઝન અને સ્પોર્ટ્સ પર્સનને ટ્રેન ટિકિટમાં છૂટ આપવાના મૂડમાં નથી.

આ સમાચાર શેર કરો