મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

મ્યુચ્યુઅલ ફંડમાં 8-4-3 નિયમની સ્ટ્રેટેજી અપનાવો, ફટાફટ બની જશો કરોડપતિ!

એક બાજુ દિવાળીનો માહોલ છે. બીજી તરફ શેરમાર્કેટમાં ગાબડાં પડતા રોકાણકારો ડરી ગયા છે. પરંતુ જો તમે મ્યુચ્યુઅલ ફ

મ્યુચ્યુઅલ ફંડમાં 8-4-3 નિયમની સ્ટ્રેટેજી અપનાવો, ફટાફટ બની જશો કરોડપતિ!

એક બાજુ દિવાળીનો માહોલ છે. બીજી તરફ શેરમાર્કેટમાં ગાબડાં પડતા રોકાણકારો ડરી ગયા છે. પરંતુ જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો અને તમારું લક્ષ્ય લાંબા ગાળે મોટું ભંડોળ એકઠું કરવાનો છે તો ચિંતા કરવાની જરૂર નથી. આજે અમે તમને 8-4-3 રોકાણના નિયમ જણાવી રહ્યા છીએ. દરેક મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારે આ નિયમ જાણવો જોઈએ. જે તમને મોટું ફંડ એકઠું કરવામાં મદદ કરશે. 

8-4-3 રોકાણનો નિયમ શું છે?

8-4-3 રોકાણનો નિયમ દર્શાવે છે કે ચક્રવૃદ્ધિ વ્યાજની તાકાતના માધ્યમથી કોઈપણ નાણાકીય ધ્યેય કેવી રીતે પ્રાપ્ત કરી શકાય છે. જેના ઉપયોગથી તમારા રોકાણને સમય જતાં વધવા માટે મદદ થઈ શકે છે. આ કોઈ ચોક્કસ રોકાણ વ્યૂહરચના નથી, પરંતુ વૃદ્ધિની સંભવિત ગતિને સમજવાની એક સરળ રીત છે.

8-4-3 નિયમ કેવી રીતે કામ કરે છે?

ધારો કે તમે વાર્ષિક 12% વ્યાજ ઓફર કરતી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં દર મહિને રૂ. 20,000નું રોકાણ કરો છો. આ વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ છે એમ માનીને, તમે આઠ વર્ષમાં 32 લાખ રૂપિયા ભંડોળ ભેગુ થશે. પરંતુ પછીના રૂ. 32 લાખ એ જ વ્યાજ દરે માત્ર 4 વર્ષમાં થશે. આમ 12 વર્ષના અંતે 20,000નું માસિક રોકાણ રૂ. 64 લાખ થશે. જ્યારે આ ફંડ આગામી 3 વર્ષ માટે જમા રહેવા દેવામાં આવે અને દર મહિને 20,000 રૂપિયાનું રોકાણ કરવાનું ચાલુ રાખવામાં આવે તો રકમ 1 કરોડ રૂપિયા થઈ જશે.

ડિસક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી જાણકારીઓ પર આધારિત છે. GSTV તેની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ રોકાણકાર નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

આ સમાચાર શેર કરો