Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Turmoil in the global market: Amid US-Iran tension, gold and silver prices fall sharply,

VIDEO: ગ્લોબલ માર્કેટમાં ખળભળાટ: અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, સેન્સેક્સ-નિફ્ટીમાં પણ કડાકો

Timeછેલ્લું અપડેટ : 08 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

Silver and Gold Price and Stock Market News : અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર યુદ્ધના ભણકારા વાગ્યા અને બંને દેશોની સેનાએ એકબીજાને નિશાન બનાવતા દુનિયાના ધબકારાં વધારી દીધા હતા. જેના લીધે દુનિયાભરના શેરબજારોમાં ફરી એકવાર ચિંતાનો માહોલ વ્યાપી ગયો.

App Store

સેન્સેક્સ-નિફ્ટીમાં કડાકો

સેન્સેક્સ અને નિફ્ટીની વાત કરીએ તો જે ગઈકાલે 78,180.72 પર બંધ થયું હતું તે આજે સીધું 77,816.45 પોઈન્ટ પર ખુલ્યું હતું અને તેમાં કડાકાનો દોર યથાવત્ રહેતા 77,555.52 ની નીચલી સપાટીએ પહોંચી ગયું હતું. આજે સેન્સેક્સમાં કુલ 625 પોઇન્ટનો કડાકો બોલાઈ ગયો હતો. જ્યારે નિફ્ટીની વાત કરીએ તો જે ગઈકાલે 24,398.70 પર બંધ થયો હતો તે આજે 24,259.55 પર ખુલ્યો હતો. પછી તેમાં કડાકાનો દોર યથાવત્ રહેતા 24,207.20 પોઇન્ટ પર પહોંચી ગયો હતો. એટલે કે નિફ્ટીમાં કુલ 191 પોઇન્ટનો કડાકો બોલાઈ ગયો હતો.

સોના-ચાંદીના શું છે હાલ?

ચાંદી જે ગઈકાલે 230827 રૂપિયા પર ક્લૉઝ થઈ હતી તે આજે 228925 ના લેવલે પહોંચી ગઇ હતી. વાયદા બજારમાં ચાંદીમાં આજે કુલ 1932 રૂપિયાનો કડાકો બોલાઈ ગયો હતો. જ્યારે સોનાની વાત કરીએ તો જે સોનુ ગઇકાલે 145932 ના લેવલે ક્લૉઝ થયુ હતું તે આજે 144750 રૂપિયાના લેવલે પહોંચી ગયું હતું. એટલે કે સોનું 1182 રૂપિયા તૂટ્યું હતું.

ક્રૂડ ઓઈલમાં ભડકો

અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર સામે સામે હુમલા શરૂ થતાની સાથે જ ક્રૂડ ઓઈલ બજારમાં અસ્થિરતા સર્જાઈ અને ફરી એકવાર બ્રેન્ટ ક્રૂડના ભાવમાં ભડકો બોલાયો અને તે 76.12 ડૉલરની સપાટીને વટાવી ગયો. આ પહેલા બ્રેન્ટ ક્રૂડ 70 થી 72 ડૉલરની આસપાસ ટ્રેડ થઇ રહ્યો હતો.