આ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમે રૂપિયા 10 લાખને બનાવી દીધા 66 લાખ, જાણો કઈ રીતે બન્યું?

Mutual Fund Scheme: ભારતીય શેરબજારમાં આ વર્ષે જબરદસ્ત ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. વર્ષ 2025માં એવા પ્રસંગો ખૂબ ઓછા અથવા નહિવત જોવા મળ્યા જ્યારે બજારમાં લાંબા સમય સુધી સ્થિરતા રહી હોય. જોકે, એ વાતમાં કોઈ શંકા નથી કે 2025ના પ્રથમ છ મહિનાની સરખામણીએ બીજા છ મહિનામાં બજારમાં સારી તેજી જોવા મળી છે. મ્યુચ્યુઅલ ફંડ્સ સીધા શેરબજારના પરફોર્મન્સ સાથે જોડાયેલા હોવાથી, બજારની અસ્થિરતાએ પોર્ટફોલિયોમાં પણ વધ-ઘટ કરાવી છે. તેમ છતાં, ઘણી સ્કીમ્સ એવી છે જેણે પડતા બજારમાં પણ રોકાણકારોના પોર્ટફોલિયોને સંભાળી રાખ્યો છે. આજે અમે તમને એક એવી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેણે રોકાણકારોના 10 લાખ રૂપિયાને 66 લાખ રૂપિયા બનાવી દીધા છે.
નિપ્પોન ઈન્ડિયા સ્મોલ કેપ ફંડના પોર્ટફોલિયોમાં કયા મોટા નામ?
આ ફંડના વર્તમાન હોલ્ડિંગમાં આશરે 235 કંપનીઓ સામેલ છે. ફંડની મુખ્ય હોલ્ડિંગ કંપનીઓમાં MCX, HDFC બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), કરુર વૈશ્ય બેંક, ભેલ (BHEL), અપાર ઈન્ડસ્ટ્રીઝ, ટીડી પાવર સિસ્ટમ્સ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને એક્સિસ બેંક જેવા મોટા નામ સામેલ છે. નિપ્પોન ઈન્ડિયા સ્મોલ કેપ ફંડના સૌથી વધુ નાણાં ઈન્ડસ્ટ્રિયલ સ્ટોક્સમાં રોકાયેલા છે. આ ઉપરાંત, ફંડનો મોટો હિસ્સો ફાઈનાન્શિયલ, મટીરિયલ્સ અને કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી સ્ટોક્સમાં પણ લાગેલો છે.
નિપ્પોન ઈન્ડિયા, સ્મોલ કપ ફંડ માટે આ વર્ષ ઘણું નબળું રહ્યું છે અને તેણે રોકાણકારોને નેગેટિવ રિટર્ન આપ્યું છે. AMFIના ડેટા મુજબ, નિપ્પોન ઈન્ડિયા સ્મોલ કેપ ફંડના ડાયરેક્ટ પ્લાને છેલ્લા 1 વર્ષમાં 8.33 ટકાનું નેગેટિવ રિટર્ન આપ્યું છે. 1 વર્ષના નકારાત્મક રિટર્ન છતાં, આ ફંડ છેલ્લા 10 વર્ષમાં તેના રોકાણકારોને બમ્પર રિટર્ન આપી ચૂક્યું છે.
નિપ્પોન ઈન્ડિયા સ્મોલ કેપ ફંડના ડાયરેક્ટ પ્લાન:
છેલ્લા 3 વર્ષમાં: 20.81 ટકા રિટર્ન
છેલ્લા 5 વર્ષમાં: 28.17 ટકા રિટર્ન
છેલ્લા 10 વર્ષમાં: 20.72 ટકા છપ્પરફાડ રિટર્ન આપ્યું છે.
આ ગણતરી મુજબ, જો કોઈ રોકાણકારે 10 વર્ષ પહેલા આ સ્કીમમાં રૂપિયા 10 લાખનું એકમશઃ (Lumpsum) રોકાણ કર્યું હોત, તો આજે તે રકમ વધીને આશરે રૂપિયા 65.73 લાખનું મોટું ફંડ બની ગયું હોત.
(ડિસ્કલેમર: આ લેખ માત્ર જાણકારીના હેતુથી લખવામાં આવ્યો છે. કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલા પોતાના નાણા સલાહકાર પાસેથી સલાહ જરૂર લો. જીએસટીવી ન્યૂઝ કોઈપણ પ્રકારના જોખમ માટે જવાબદાર નથી.)

