Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભાવનગર : Fatal accident on Vallabhipur-Chamardi highway: 2 people died in a car collision

Bhavnagar news: વલ્લભીપુર-ચમારડી હાઈવે પર ગમખ્વાર અકસ્માત: કારની ટક્કરે 2 લોકોનાં મોત

Timeછેલ્લું અપડેટ : 25 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Bhavnagar news: વલ્લભીપુર-ચમારડી હાઈવે પર ગમખ્વાર અકસ્માત: કારની ટક્કરે 2 લોકોનાં મોત
સોર્સ : GSTV

 Bhavnagar news: ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકામાં આજે એક કાળજુ કંપાવે તેવી અકસ્માતની ઘટના સામે આવી છે. વલ્લભીપુર-ચમારડી રોડ પર આવેલા મહેન્દ્રપુરમ નજીક પૂરપાટ ઝડપે જઈ રહેલી એક કારે સ્કૂટરને જોરદાર ટક્કર મારતા બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ બનાવને પગલે સ્થાનિક પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. 

App Store

મળતી માહિતી મુજબ, ભાવનગર જિલ્લાના વલ્લભીપુર અને ચમારડી ગામની વચ્ચે આવેલા મહેન્દ્રપુરમ પાસે આ અકસ્માત સર્જાયો હતો. એક I20 કારના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા રસ્તા પર જઈ રહેલા સ્કૂટર સવાર બે આધેડ વ્યક્તિઓને અડફેટે લીધા હતા. ટક્કર એટલી પ્રચંડ હતી કે સ્કૂટર સવાર બંને વ્યક્તિઓ રોડ પર ફંગોળાઈ ગયા હતા અને ગંભીર ઈજાઓ થવાને કારણે તેમનું સ્થળ પર જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું.

અકસ્માતનો ભોગ બનનાર બંને વ્યક્તિઓ ચમારડી ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. બે લોકોનાં નિધનથી ચમારડી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

અકસ્માત બાદ પોલીસ તપાસ

ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. વલ્લભીપુર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ટ્રાફિક હળવો કરાવી તપાસ હાથ ધરી હતી. જે બાદ પોલીસે બંને મૃતદેહોનો કબજો મેળવી પંચનામું કર્યું હતું અને ત્યારબાદ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે વલ્લભીપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે I20 કારચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે અને અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે વધુ વિગતો મેળવી રહી છે.