Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : BSNL Christmas Offer: BSNL's big gift on Christmas, you will get a lot of facilities for just 1 rupee, read

BSNL Christmas Offer: ક્રિસમસ પર BSNLની મોટી ગિફ્ટ, માત્ર 1 રૂપિયામાં આ ઢગલાબંધ સુવિધાઓ મળશે, વાંચો

Timeછેલ્લું અપડેટ : 24 Dec 2025
લાઇવ ટીવીGoogle News
BSNL Christmas Offer: ક્રિસમસ પર BSNLની મોટી ગિફ્ટ, માત્ર 1 રૂપિયામાં આ ઢગલાબંધ સુવિધાઓ મળશે, વાંચો
સોર્સ : GSTV

BSNL Christmas Offer: જો તમે નવું સિમકાર્ડ લેવાનું વિચારપી રહ્યા હોવ તો આ ખબર તમારી માટે ખૂબ કામની છે. ક્રિસસના પર્વ પર BSNL પોતાના ગ્રાહકો માટે એક વિશેષ ઓફર લોંચ કરી છે. આ ઓફર હેઠળ હવે નવા યુઝર્સ માટે માત્ર એક રુપિયામાં એક આખા મહિના સુધી BSNLની 4જી સર્વિસનો વપરાશ કરી શકો છો. ઓછી કિંમત અને વધુ ફાયદો આપનારી આ ઓફર યુઝર્સની વટ્ટે ઝડપથી ચર્ચામાં છે.

App Store

માત્ર 1 રૂપિયામાં શું-શું મળશે?
 BSNLના આ ક્રિસમસ ઓફરમાં નવા ગ્રાહકોને 30 દિવસની વેલિડિટી મળશે. આ દરમ્યાન યુઝર્સને રોજ 2GB હાઈ સ્પીડ ડેટા મળશે. આ ઉપરાંત કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સગવડ અપાઈ રહી છે. આટલું જ નગીં દરરોજ 100 ફ્રી એસએમએસ પણ મળશે. સારી વાત એ છે કે, સિમકાર્ડ માટે કોઈપણ પૈસા નહીં આપવા પડે. ઉલ્લેખનીય છે કે, આ ઓફર માત્ર નવા ગ્રાહકો માટે છે.

ક્યાં સુધી આ નવી ઓફર મળશે
 BSNLની આ ક્રિસમસ ઓફર 5 જાન્યુઆરી 2026 સુધી વેલિડ છે. એટલે કે, નવું સિમકાર્ડ યુઝર્સને આ તારીખથી પહેલા સિમ એક્ટિવેટ કરાવવી જરૂરી છે. એકવાર એક્ટિવેશન થઈ જાય પછી આનો ફાયદો આખા 30 દિવસ સુધી મળશે. 30 દિવસની વેલિડિટી પૂર્ણ થયા પછી, યુઝર્સને તેમની જરૂરિયાતોના આધારે અલગ BSNL રિચાર્જ પ્લાન પસંદ કરી શકે છે. તેમનો નંબર એ જ રહેશે, અને સેવા ચાલુ રહેશે.

 આ ઓફર પહેલા પણ આપવામાં આવી છે.
BSNL દ્વારા આવી ઓફર પહેલી વાર લોન્ચ કરવામાં આવી નથી. અગાઉ, કંપનીએ ઓગસ્ટ ફ્રીડમ ઓફર અને દિવાળી ઓફર નામથી સમાન યોજનાઓ શરૂ કરી હતી. BSNLને આશા છે કે આ ક્રિસમસ ઓફર નવા ગ્રાહકોને આકર્ષિત કરશે અને તેમને કંપનીની શ્રેષ્ઠ 4G સેવાનો અનુભવ કરાવવામાં મદદ કરશે.

મેડ ઈન ઈન્ડિયા 4G નેટવર્કનો પ્રચાર
BSNL કહે છે કે આ ઓફર ખાસ કરીને મેડ ઈન ઈન્ડિયા 4G નેટવર્કને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવી છે. કંપની માને છે કે જો વપરાશકર્તાઓને સારી સેવા મળે છે, તો તેઓ લાંબા સમય સુધી BSNL સાથે રહેશે.

ઓફરનો લાભ લેવા માટે શું જરૂરી છે?
આ ઓફરનો લાભ લેવા માટે, નવા ગ્રાહકોએ તેમના નજીકના BSNL ગ્રાહક સેવા કેન્દ્ર અથવા અધિકૃત રિટેલરની મુલાકાત લેવી આવશ્યક છે. KYC દસ્તાવેજો, જેમ કે તેમના આધાર કાર્ડ, જરૂરી છે. KYC પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી, તેઓએ ક્રિસમસ બોનાન્ઝા પ્લાનની વિનંતી કરવી આવશ્યક છે.

આ ઓફર વિશે વધુ માહિતી માટે, તમે BSNLની સત્તાવાર વેબસાઇટ, bsnl.co.inની મુલાકાત લઈ શકો છો. વિગતો માટે તમે BSNL હેલ્પલાઈન નંબર 1800 180 1503 પર પણ કૉલ કરી શકો છો