Sensex Today: Christmas પહેલા શેરબજાર લાલ નિશાનમાં બંધ, સેન્સેક્સ 116 અંક તૂટયો, નિફ્ટી 26200ના નીચે ગગડયો

Sensex Today: અઠવાડિયાના ત્રીજા કારોબારી દિવસ એટલે કે, બુધવારે શેરબજાર રેડઝોનમાં બંધ થયું હતું. 30 શેર્સ ધરાવતો બીએસઈ સેન્ક્સેક્સ 115.14 અંક તૂટીને 85,408.70 અંક પર બંધ થયો હતો. જ્યારે એનએસઈ નિફ્ટી 35.05 અંક ગગડીને સીધો 26,142.10 આવી ગયો હતો.
વૈશ્વિક બજારોમાં મળેલા વલણ અને વર્ષના અંતમાં Christmas વેક્શનને લીધે નાનો કારોબાર રહ્યો હતો. બુધવારે અસ્થિર કારોબારમાં બેંચમાર્ક ઈક્વિટી સૂંચકાક સેન્સેક્સ અને નિફ્ટી તૂટીને બંધ થયા હતા. વિદેશી રોકાણકારો દ્વારા સતત મૂડી ઉપાડ અને સોનાના આયાતકારો તરફથી ડોલરની માંગમાં વધારો બુધવારે રૂપિયાના શરૂઆતના ગાળાના વધારાને તોડીને અમેરિકી ડોલરની સરખામણીએ 15 પૈસા તૂટયો બાદમાં 89.79 અસ્થાયી બંધ થયો હતો.
સેન્સેક્સની કંપનીઓની સ્થિતિ
સેન્સેક્સની 30 કંપનીઓમાંથી ઈન્ટરગ્લોબ એવિએશન, સન ફાર્મા, એશિયન પેન્ટસ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, હિન્દુસ્તાન યુનિલિવર ટાટા સ્ટીલ સૌને પાછળ ધકેલાતી કંપનીઓમાં સામેલ હતી. જો કે, ટ્રેંટ, અલ્ટ્રાટેક સિમેન્ટ, મારુતિ અને પાવર ગ્રિડ લાભ કમાતી કંપનીઓમાં સામેલ હતી.
યુરોપિયન બજારમાં જોવા મળી તેજી
એશિયન માર્કેટમાં દક્ષિણ કોરિયાની કોસ્પી અને જાપાનનો નિક્કેઈ 225 ઈન્ડેક્સ તૂટીને બંધ થયો, જ્યારે શાંઘાઈનો એસએસઈ કંપોઝિટ ઈન્ડેક્સ અને હોંગકોંગનો હેંગસેંગ પોઝિટિવ રેન્ડમાં સ્થિર થયો. યુરોપિયન બજારમાં સામાન્ય વધારો જોવા મળ્યો. અમેરિકી બજાર મંગળવારે વધારાની સાથે બંધ થયું.
મળતી માહિતી અનુસાર, ક્રિસમસના વેક્શનને લીધે ટૂંકા ગાળાના સપ્તાહ દરમિયાન ભારતીય શેરબજાર મોટાભાગે યથાવત રહ્યું હતું અને વર્ષના અંતે ટ્રેડિંગ વોલ્યુમ ધીમું રહ્યું હતું. એશિયન બજારોમાં પણ આવો જ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. RBI દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલી લિક્વિડિટી પહેલ, જેમાં OMO અને USD/INR બાય-સેલ સ્વેપનો સમાવેશ થાય છે, તે પ્રણાલીગત લિક્વિડિટીમાં સુધારો કરશે અને ચલણની અસ્થિરતાને સ્થિર કરવામાં મદદ કરશે તેવી અપેક્ષા છે.
રિઝર્વ બેંકે લિક્વિડિટી વધારવા માટે મોટી જાહેરાત કરી
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ મંગળવારે જણાવ્યું હતું કે તે રૂપિયા 2 લાખ કરોડની સરકારી સિક્યોરિટીઝ ખરીદશે અને બેંકિંગ સિસ્ટમમાં લિક્વિડિટી વધારવા માટે USD 10 બિલિયન ડોલર-રૂપિયા સ્વેપ હરાજી કરશે. OMO (ઓપન માર્કેટ ઓપરેશન્સ) ખરીદી અને સ્વેપ હરાજી 29 ડિસેમ્બર, 2025 અને 22 જાન્યુઆરી, 2026 વચ્ચે હાથ ધરવામાં આવશે.
આ તાજેતરની જાહેરાત RBI દ્વારા રૂપિયા 1 લાખ કરોડના મૂલ્યની ભારત સરકારની સિક્યોરિટીઝની OMO ખરીદી હરાજી અને ત્રણ વર્ષના સમયગાળા માટે રૂપિયા 5 બિલિયનના મૂલ્યની USD/INR ખરીદી/વેચાણ સ્વેપ હરાજી હાથ ધર્યાના થોડા દિવસો પછી આવી છે.
બ્રેન્ટ ક્રૂડના ભાવ પ્રતિ બેરલ ડોલર 62.49 થયા
ગ્લોબલ ઓઈલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 0.18 ટકા વધીને ડોલર 62.49 પ્રતિ બેરલ થયો. એક્સચેન્જ ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ મંગળવારે રૂપિયા 1,794.80 કરોડના શેર વેચ્યા. જોકે, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો ખરીદદાર રહ્યા, રૂપિયા 3,812.37 કરોડના શેર ખરીદ્યા. મંગળવારે સેન્સેક્સ 42.64 પોઈન્ટ અથવા 0.05 ટકા ઘટીને 85,524.84 પર બંધ થયો, જેનાથી તેની બે દિવસની જીતનો સિલસિલો તૂટી ગયો. નિફ્ટી 4.75 પોઈન્ટ અથવા 0.02 ટકા વધીને 26,177.15 પર બંધ થયો.

