Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Gold And Silver Price: Gold prices reach all-time high again, silver is on the rise, know today's new price

Gold And Silver Price : ફરી સોનાના ભાવ પહોંચ્યા ઓલટાઈમ હાઈ, ચાંદીમાં આગઝરતી તેજી, જાણો આજનો નવો ભાવ

Timeછેલ્લું અપડેટ : 22 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Gold And Silver Price : ફરી સોનાના ભાવ પહોંચ્યા ઓલટાઈમ હાઈ, ચાંદીમાં આગઝરતી તેજી, જાણો આજનો નવો ભાવ
સોર્સ : GSTV

Gold And Silver Price : 22 ડિસેમ્બરના રોજ એટલે કે, આજે સોમવારે માર્કેટમાં કિંમતી ધાતુઓના બજારમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. સોનું ફરી ઑલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયું છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતોએ જૂના તમામ રેકોર્ડ તોડ્યા છે. 

App Store

સોનાની કિંમત : ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના આંકડા મુજબ, સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 2,191 રૂપિયાનો વધારો થતા તે 1,33,970 રૂપિયા પર પહોંચી ગયું છે.

ચાંદીની કિંમત : ચાંદી પણ પ્રતિ કિલો 7,660 રૂપિયા મોંઘી થઈને 2,07,727 રૂપિયાના ઐતિહાસિક સ્તરે પહોંચી છે.

વૈશ્વિક બજારમાં પણ સોનું-ચાંદી ચમક્યા : વૈશ્વિક બજારમાં સોનાની કિંમત પ્રતિ ઔંસ 4,383.73 ડોલરની સર્વોચ્ચ સપાટીએ નોંધાઈ છે. આ વર્ષ દરમિયાન સોનામાં કુલ 57,808 રૂપિયા અને ચાંદીમાં 1,21,710 રૂપિયાનો વધારો થયો છે.

સોનાની કિંમતોમાં વધારા પાછળના ત્રણ કારણ

નિષ્ણાતો સોનાની કિંમતોમાં આ વધારા પાછળ મુખ્ય ત્રણ કારણો જોઈ રહ્યા છે.

1... સૌથી મોટું કારણ અમેરિકામાં વ્યાજદરમાં ઘટાડો થવાની આશા છે જેના કારણે ડોલર નબળો પડ્યો છે અને રોકાણકારો સોના તરફ વળ્યા છે. 

2... બીજું કારણ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ જેવી ભૌગોલિક તણાવની સ્થિતિ છે જેમાં રોકાણકારો સોનાને સૌથી સુરક્ષિત રોકાણ માને છે.

3... ત્રીજું કારણ ચીન જેવી મોટી અર્થવ્યવસ્થાઓની સેન્ટ્રલ બેંકો દ્વારા થઈ રહેલી સોનાની મોટાપાયે ખરીદી છે. આ સંજોગોમાં સોનાની માંગ સતત વધી રહી છે.

ચાંદીના ભાવ વધવાના કારણો

ચાંદીમાં તેજી આવવા પાછળ ઔદ્યોગિક માંગ જવાબદાર છે. સોલર પેનલ, ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિક વાહનોમાં ચાંદીનો વપરાશ વધ્યો છે. અમેરિકામાં ટેરિફ વધવાની બીકને કારણે કંપનીઓ અગાઉથી જ ચાંદીનો સ્ટોક કરી રહી છે જેના કારણે તેની અછત સર્જાઈ છે.

હજુ પણ કિંમતો વધશે
બજારના જાણકારોનું માનવું છે કે હજુ પણ કિંમતોમાં વધારો ચાલુ રહેશે. આગામી એક વર્ષમાં ચાંદી 2.50 લાખ રૂપિયા અને સોનું 1.50 લાખ રૂપિયાના સ્તરને વટાવી શકે તેવી પૂરેપૂરી શક્યતા છે. શેરબજારમાં પણ આજે મેટલ અને આઈટી સેક્ટરમાં જોરદાર લેવાલી જોવા મળી હતી.