Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Firefighters rescue elderly man trapped in lift of Urvashi Flat in Mithakali

Ahmedabad news: મીઠાખળીમાં ઉર્વશી ફ્લેટની લિફ્ટમાં ફસાયેલા વૃદ્ધનું ફાયરના જવાનો દ્વારા રૅસ્કયૂ

Timeછેલ્લું અપડેટ : 22 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: મીઠાખળીમાં ઉર્વશી ફ્લેટની લિફ્ટમાં ફસાયેલા વૃદ્ધનું ફાયરના જવાનો દ્વારા રૅસ્કયૂ
સોર્સ : GSTV

Ahmedabad news : અમદાવાદના નવરંગપુરામાં મીઠાખળી છ રસ્તા પાસે આવેલા ઉર્વશી ફ્લેટમાં એક વૃદ્ધ ગ્રાઉન્ડ ફ્લોર અને પ્રથમ માળની વચ્ચે લિફ્ટમાં ફસાયા હતા. પહેલા માળ પર લિફ્ટનો કોઈ એક્ઝિટ ન હોવાને કારણે પરિસ્થિતિ ગંભીર બની હતી, જેની જાણ થતાં જ નવરંગપુરા ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને વૃદ્ધનું રેસ્ક્યૂ કર્યું હતું.

App Store

લિફ્ટમાં ફસાયેલા વૃદ્ધનું દિલધડક રેસ્ક્યૂ
અમદાવાદના  મીઠાખળી છ રસ્તા નજીક આવેલા ઉર્વશી ફ્લેટની લિફ્ટમાં એક વૃદ્ધ ફયાયા હતા. ઘટના અંગે જાણ કરતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. શરૂઆતમાં ફાયર વિભાગે દીવાલ તોડીને વૃદ્ધને બહાર કાઢવાનું વિચાર્યું હતું, પરંતુ ટેકનિકલ કારણોસર દીવાલ તોડવી શક્ય ન જણાતા આખરે લિફ્ટના ઉપરના ભાગને ખોલીને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન લિફ્ટનો ઉપરનો ભાગ ખોલ્યા બાદ એક ફાયર જવાન દોરડાની મદદથી લિફ્ટની અંદર ઉતર્યો હતો. અંદર ફસાયેલા વૃદ્ધને સુરક્ષિત રીતે દોરડા વડે બાંધવામાં આવ્યા હતા અને લિફ્ટની ઊંચાઈને ધ્યાનમાં રાખીને એક નાની સીડીની મદદ લેવામાં આવી હતી. 

અંદાજે એક કલાકની ભારે જહેમત અને કુશળતાપૂર્વકની કામગીરી બાદ ફાયર વિભાગે વૃદ્ધને સહી-સલામત બહાર કાઢ્યા હતા. આ કામગીરી ડિવિઝનલ ફાયર ઓફિસરના માર્ગદર્શન હેઠળ લિફ્ટ મેન્ટેનન્સની ટીમ સાથે સંકલન સાધીને પૂર્ણ કરવામાં આવી હતી.