Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : VIDEO: Nitin Patel said from a public forum in Kadi before the change in the organization, 'Do the cowherd business'

VIDEO: સંગઠનમાં ફેરફાર પહેલા કડીમાં જાહેર મંચ પરથી નીતિન પટેલે કહ્યું કે, 'ગોરખધંધા કરો'

Timeછેલ્લું અપડેટ : 22 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

Mehsana news: મહેસાણા જિલ્લાના કડી શહેરમાં આવેલા ચંપાબા ટાઉનહોલ ખાતે યોજાયેલા APMCના એક કાર્યક્રમમાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ભાજપના નવા સંગઠનની જાહેરાત પહેલા કટાક્ષ કરી છે. તેમણે જાહેર મંચ પરથી જણાવ્યું હતું કે, 'હવે બધાને ખબર પડી ગઈ છે કે, ગોરખધંધા કરવાના અને ઉપરથી ભાજપનો પટ્ટો લગાવવાનો. આમ હવે લોકો છેતરાતા નથી. ગાડી પર ભાજપનો પટ્ટો લગાવીને ફરવાથી નેતા ન બનાય.' તમને જણાવી દઈએ કે, અગાઉ નીતિન પટેલે ધર્માંતરણ પર આપેલા નિવેદનથી રાજકીય માહોલ ગરમાયો હતો. 

App Store

કડીમાં જાહેર મંચ પરથી નીતિન પટેલે કહ્યું કે, 'ગોરખધંધા કરો અને પછી ગાડી પર ભાજપનો પટ્ટો લગાવો તે ન ચાલે. છેલ્લા 10 વર્ષમાં માત્ર પક્ષની જાહોજલાલી જોઈ છે, સંઘર્ષ જોયો નથી. બધાને સત્તા જોઈએ છે. કોઈના હોદ્દા પર આવી જવાથી આખો પક્ષ ચાલે એવું ન બને. લોકોમાં હવે સહકાર આપવાની ભાવના રહી નથી. આમ કશુ ન કરો તો એકબીજાને નડવાનું બંધ કરો...'

મંત્રીઓ અને ખેડૂતોને લઈને તેમણે કહ્યું કે, 'રાજ્યમાં અમુક જિલ્લામાં ખેડૂતોની જાણ બહાર તેમની જમીન વેચાઈ જાય, બેંકમાંથી ખોટા નામે લોન લઈને મંત્રીઓ વાપરી નાંખે. જોકે, ખોટું કરનારા બે-ત્રણ મંત્રીઓ પોલીસ કેસમાં જેલમાં પણ છે.'