H-1B: અમેરિકાના વિઝા લેવા હવે લોટરી સિસ્ટમના બદલે આ પરિબળ નક્કી કરશે, જાણો આખો મામલો

H-1B: અમેરિકામાં કામ કરવાનું સપનું જોઈ રહેવલા લાખો વિદેશી પ્રોફેશન્લસ માટે H-1B વિઝાને લઈ મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. દાયકાથી ચાલતી રેન્ડમ લોટરી સિસ્ટમને સમાપ્ત કરતા હવે અમેરિકાએ એક નવા વેબ વેટેડ સિસ્ટમ લાગૂ કરવા જઈ રહ્યું છે. જેમાં વધુ પગાર અને વધુ સ્કિલ ધરાવતા અરજદારોને પ્રાથમિકાત અપાશે. અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરીટીએ સ્પષ્ટતા કરી છે કે, હવે કૌશલ્ય અને વેતન નક્કી કરશે કે કોને H-1B વર્ક વિધઝા મળશે.
આ ફેરફાર ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્રની એ નીતિઓનો ભાગ છે જેનો હેતુ અમેરિકાની જોબ માર્કેટને ઓછા પગર ધરાવતા વિદેશી શ્રમિકોથી બચાવવા જઈ રહ્યું છે. અમેરિકીના નાગરિકતા વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે વર્તમાન લોટરી સિસ્ટમને લીધે દુરુપયોગ કરાયો છે. તેઓનો આરોપ છે કે, કેટલીરક કંપનીઓ અમેરિકી કર્મચારીઓના સ્થાને ઓછા પગર પર વિદેશી કામદારો માટે H-1Bનો ઉપયોગ કરી રહી હતી.
નવી સિસ્ટમમાં શું બદલાવ આવશે?
H-1B વિઝા પર હવે ભારિત પસંદગી પ્રક્રિયા લાગુ થશે, જેનાથી ઉચ્ચ પગારવાળી અને ઉચ્ચ કૌશલ્યવાળી નોકરીઓને વધુ તકો મળશે. આનો અર્થ એ થયો કે વરિષ્ઠ-સ્તરના, વિશિષ્ટ અને ઉચ્ચ પગારવાળા વ્યાવસાયિકોને વિઝા મળવાની શક્યતા વધુ હશે, જ્યારે પ્રવેશ-સ્તરના અથવા ઓછા પગારવાળી નોકરીઓ માટે સ્પર્ધા વધુ તીવ્ર બની શકે છે. આ નવો નિયમ 27 ફેબ્રુઆરી, 2026 થી અમલમાં આવશે અને આગામી H-1B કેપ નોંધણી સિઝનને અસર કરશે.
ડોલર 100,000 ફી અને ગોલ્ડ કાર્ડની અસર
અગાઉ, ટ્રમ્પ વહીવટીતંત્રે H-1B વિઝા પર વધારાની ડોલર 100,000 વાર્ષિક ફીની જાહેરાત કરી હતી, જેને કાનૂની પડકારોનો સામનો કરવો પડ્યો હતો. વધુમાં, 1 મિલિયન ડોલર ગોલ્ડ કાર્ડ વિઝા યોજના રજૂ કરવામાં આવી છે, જે શ્રીમંત રોકાણકારોને યુએસ નાગરિકતાનો માર્ગ પ્રદાન કરે છે. સરકારનો દાવો છે કે આ પગલાં મેરિટ-આધારિત ઈમિગ્રેશનને પ્રોત્સાહન આપવાના હેતુથી છે.
કોને ફાયદો થશે, કોને નુકસાન થશે?
સમર્થકો કહે છે કે H-1B કાર્યક્રમ આરોગ્યસંભાળ, શિક્ષણ અને ટેકનોલૉજી જેવા ક્ષેત્રોમાં પ્રતિભાની અછતને દૂર કરે છે અને અમેરિકાની નવીનતા ક્ષમતાને વધારે છે. ટીકાકારો દાવો કરે છે કે વિઝાનો ઉપયોગ ઘણીવાર જુનિયર ભૂમિકાઓ માટે થાય છે, જે અમેરિકન કામદારોની નોકરીઓ અને વેતન પર દબાણ લાવે છે.

