Investment Tips: આ સરકારી યોજના મહિલાઓને 2 વર્ષમાં અમીર બનાવી દેશે, રોકાણ કરવા પર મળી રહ્યાં છે જબરદસ્ત ફાયદા
સુરક્ષિત રોકાણ સાથે નિશ્ચિત વળતર આપતી આ સરકારી યોજના મહિલોને આકર્ષક વ્યાજ ઓફર કરી રહી છે. જેમાં નજીવા

સુરક્ષિત રોકાણ સાથે નિશ્ચિત વળતર આપતી આ સરકારી યોજના મહિલોને આકર્ષક વ્યાજ ઓફર કરી રહી છે. જેમાં નજીવા રોકાણ પર વાર્ષિક 7.5 ટકા વ્યાજ મેળવી શકે છે. પોસ્ટ ઓફિસ મારફત આ યોજનામાં એકાઉન્ટ ખોલાવી શકો છો. જાણો આ યોજના વિશે વિસ્તૃત માહિતી.
મહિલા સમ્માન સેવિંગ સર્ટિફિકેટ
કેન્દ્ર સરકારની મહિલાઓની બચત પર કમાણી કરાવવાના હેતુ સાથે નાની બચત યોજના મહિલા સમ્માન સેવિંગ સર્ટિફિકેટ (Mahila Samman Saving Certificate Scheme) શરૂ કરી છે. જેમાં 2 વર્ષ સુધી રોકાણ કરી વાર્ષિક 7.5 ટકા વ્યાજ મેળવી શકે છે. આ યોજના હેઠળ મહત્તમ રૂ. 2 લાખ સુધીનું રોકાણ કરી શકો છો. 2023માં આ યોજના શરૂ થઈ હતી. જેમાં 10 વર્ષ કે તેથી ઓછી વયની દીકરીઓનું પણ ખાતુ ખોલાવી શકો છો.
કરમુક્તિનો પણ લાભ
આ યોજનામાં કરમુક્તિનો લાભ પણ મળે છે. જેના લીધે તે મહિલાઓમાં લોકપ્રિય બની છે. મહિલા સમ્માન સેવિંગ સર્ટિફિકેટ સ્કીમમાં રોકાણ પર 7.5 ટકાનું વ્યાજ ઉપરાંત ટીડીએસ કપાતમાં પણ છૂટ મળે છે. સેન્ટ્રલ બોર્ડ ડાયરેક્ટ ટેક્સિસ ડિપાર્ટમેન્ટ અનુસાર, વરિષ્ઠ નાગરિકોએ આ યોજનામાં નાણાકીય વર્ષ દરમિયાન વ્યાજ મારફત રૂ. 40 હજારથી 50 હજારની કમાણી કરી હોય તો ટીડીએસ ચૂકવવો પડે છે.
આ રીતે યોજનાનો લાભ લો
આ નાની બચત યોજનાનો લાભ લેવા માટે નજીકની પોસ્ટ ઓફિર કે બેંકોની મુલાકાત લઈ એપ્લિકેશન ફોર્મ ભરી શકો છો. જેના માટે આધાર કાર્ડ, પાન કાર્ડ, કેવાયસી અને એક ચેક પુરાવા તરીકે રજૂ કરવાનો રહેશે.






