આ બેંકે પોતાના ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો! મિનિમમ બેલેન્સમાં કર્યો 5 ગણો વધારો
ઈન્ડસ્ટ્રિયલ ક્રેડિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (ICICI) બેંક ખાતા ધારકો માટે મહત્ત્વના સમા

ઈન્ડસ્ટ્રિયલ ક્રેડિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (ICICI) બેંક ખાતા ધારકો માટે મહત્ત્વના સમાચાર છે. બેંકે બચત ખાતાઓ માટે મિનિમમ એકાઉન્ટ બેલેન્સમાં વધારો કર્યો છે. બચત ખાતામાં રાખવાની રકમમાં 5 ગણો વધારો કર્યો છે. મહાનગરોથી લઈને ગામડાઓ સુધીના ખાતા ધારકો માટે મિનિમમ બેલેન્સમાં વધારો કરવામાં આવ્યો છે.
બચત એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ નહીં રાખો તો દંડ થશે
હવે પ્રાઇવેટ સેક્ટર લેન્ડર ICICI બેબેંકના બચત ખાતામાં 50,000 રૂપિયા મિનિમમ બેલેન્સ રાખવું પડશે. આ નિયમ પહેલી ઓગસ્ટ 2025થી અમલમાં આવશે. પહેલા આ રકમ 10 હજાર રૂપિયા હતી. જો તમે તમારા બચત એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ નહીં રાખો, તો તમારે દંડ ભરવો પડી શકે છે.
મેટ્રો અને શહેરી વિસ્તારોમાં ICICI બેન્કના બચત ખાતામાં મિનિમમ બેલેન્સ 50 હજાર રૂપિયા, અર્ધ-શહેરી વિસ્તારોમાં 25 હજાર રૂપિયા અને ગ્રામીણ વિસ્તારોમાં મિનિમમ બેલેન્સ 10 હજાર રૂપિયા રાખવા પડશે. અગાઉ મેટ્રો અને શહેરી વિસ્તારોમાં બચત ખાતાઓમાં મિનિમમ બેલેન્સ 10 હજાર રૂપિયા હતી. આ નિર્ણય સાથે ICICI બેંક પાસે હવે સ્થાનિક બેંકમાં સૌથી વધુ મિનિમમ એકાઉન્ટ બેલેન્સ (MAB) છે.
અન્ય બેંકના બચત ખાતામાં મિનિમમ બેલેન્સ કેટલું છે?
આ નિર્ણય પછી ICICI બેંકના બચત ખાતામાં મિનિમમ બેલેન્સની મર્યાદા 50 હજાર રૂપિયા થઈ ગઈ છે. આ ઉપરાંત જાહેર ક્ષેત્રની બેન્ક SBI એ વર્ષ 2020માં જ મિનિમમ બેલેન્સની મર્યાદા દૂર કરી દીધી હતી, એટલે કે આ નિયમ નાબૂદ કરવામાં આવ્યો હતો. બીજી તરફ અન્ય બેંકોએ ઓપરેશન કોસ્ટને મેનેજ કરવા માટે બચત ખાતામાં મિનિમમ બેલેન્સની મર્યાદા 2000 રૂપિયાથી 10 હજાર રૂપિયા કરી છે.
ઉલ્લેખનીય છે કે, દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની HDFC બેંકની વાત કરીએ તો, મેટ્રો અને શહેરી વિસ્તારોની શાખાઓના બચત ખાતામાં મિનિમમ બેલેન્સ 10 હજાર રૂપિયા, અર્ધ-શહેરી વિસ્તારોની બેંકોમાં 5000 રૂપિયા અને ગામડાઓમાં શાખાઓ માટે 2500 રૂપિયા રાખવા ફરજિયાત છે.








