પર્સનલ લોન લેવાનો વિચાર કરી રહ્યા છો, તો પહેલા જાણી લો આ બાબતો
મોટાભાગનો નોકરિયાત વર્ગ પોતાની નાની-મોટી આર્થિક જરૂરિયાતો પૂરી કરવા પર્સનલ લોન લઈ રહ્યો છે. ગતવર્ષે પર્સનલ

મોટાભાગનો નોકરિયાત વર્ગ પોતાની નાની-મોટી આર્થિક જરૂરિયાતો પૂરી કરવા પર્સનલ લોન લઈ રહ્યો છે. ગતવર્ષે પર્સનલ લોન લેનારાની સંખ્યામાં 32 ટકાનો વધારો થયો હતો. પરંતુ શું તમે જાણો છો કે, પર્સનલ લોન લેવી જેટલી સરળ છે, તેટલી જ જટિલ તેની ચુકવણી છે. આવી સ્થિતિમાં પર્સનલ લોન લેતી વખતે લોનધારકે આ બાબતોને અવશ્ય ધ્યાનમાં લેવી જોઈએ.
પર્સનલ લોનના વ્યાજદર
પર્સનલ લોનના વ્યાજદરો હોમ લોન, મોર્ગેજ લોન, કાર લોન, ગોલ્ડ લોનની તુલનાએ સૌથી વધુ હોય છે. પરંતુ પર્સનલ લોન માટે અરજી પ્રક્રિયા સરળ હોય છે. માત્ર ક્રેડિટ સ્કોરના આધારે પર્સનલ લોન ઝડપથી મેળવી શકાય છે. પર્સનલ લોન લેતી વખતે બેન્ક કે એનબીએફસી તમારો ક્રેડિટ સ્કોર, વય, આવક, વ્યવસાય અને કંપની પ્રોફાઈલ જેવી બાબતો ચકાસે છે.
ઈએમઆઈની પસંદગી
પર્સનલ લોનમાં અમુક બેન્કો તથા એનબીએફસી સ્ટાન્ડર્ડ ઈએમઆઈની સાથે ફ્લેક્સિબલ ઈએમઆઈનો વિકલ્પ પણ આપે છે. સ્ટાન્ડર્ડ ઈએમઆઈમાં દરમહિને ફિક્સ હપ્તો ચૂકવવાનો હોય છે, જ્યારે ફ્લેક્સિબલ ઈએમઆઈમાં તમે ઓછી રકમનો હપ્તો ચૂકવી શકો છો. બાદમાં તેમાં વધારો કરી શકો છો.
આ કામ માટે પર્સનલ લોન ન લો
પર્સનલ લોનનો ઉપયોગ રોકાણ, પાયાની જરૂરિયાતો પૂરી કરવા, વેકેશન-મનોરંજન, સ્ટોક માર્કેટમાં રોકાણ અને બિઝનેસ શરૂ કરવા અર્થે કરશો નહીં. તેમજ તમને મોટી રકમની જરૂર હોય ત્યારે પણ પર્સનલ લોનના બદલે લોનના અન્ય વિકલ્પોને પ્રાધાન્ય આપો. જેની પાછળનું કારણ પર્સનલ લોનના ઉંચા વ્યાજદર છે.
પર્સનલ લોન લેતી વખતે વિવિધ બેન્કોના પર્સનલ લોનના વ્યાજદરની સરખામણી કરો, જેથી નીચા દરે લોન મેળવી શકો. યોગ્ય આયોજન સાથે લીધેલી પર્સનલ લોનથી તમારા ખિસ્સા પર બોજો પડતો નથી.
આ બાબતોને ધ્યાનમાં લો
- બેન્કનો ટ્રેક રેકોર્ડ
- પર્સનલ લોન માટે વ્યાજદર
- પર્સનલ લોનની જરૂરિયાત
- કેટલા રૂપિયાની જરૂર છે
- લોનના ઈએમઆઈ ચૂકવવાના વિકલ્પો








