Tata Motors / આ કારના ધૂમ વેચાણને કારણે ચોથા ક્વાર્ટરમાં ટાટા મોટર્સનો ચોખ્ખો નફો 222 ટકા વધ્યો, 1.19 લાખ કરોડની કમાણી કરી
Tata Motors Q4 results 2024: ટાટા ગ્રૂપની ઓટો કંપની ટાટા મોટર્સે આજે FY24 ના જાન્યુઆરી-

Tata Motors Q4 results 2024: ટાટા ગ્રૂપની ઓટો કંપની ટાટા મોટર્સે આજે FY24 ના જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 24ના ચોથા ત્રિમાસિક ગાળામાં તેનો એકીકૃત ચોખ્ખો નફો 222 ટકા વધીને રૂ.17,407.18 કરોડ થયો છે. તે ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ.5,407.79 કરોડ હતો. કંપનીને ટેક્સ ક્રેડિટ અને લક્ઝરી કાર જગુઆર લેન્ડ રોવરના મજબૂત વેચાણને કારણે નફો કમાવવામાં મદદ મળી.
આવક 13.3 ટકા વધી
ટાટા મોટર્સની જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિક ગાળાની આવક 13.3 ટકા વધીને રૂ.119,986.31 કરોડ થઈ છે. તે ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ.105,932.35 કરોડ હતો. આ અત્યાર સુધીના કોઈપણ ત્રિમાસિક ગાળાની સૌથી વધુ આવક છે.
ટાટા મોટર્સે ડિવિડન્ડની જાહેરાત કરી
કંપનીએ જણાવ્યું હતું કે બોર્ડે રૂ.2ની ફેસ વેલ્યુ પર શેર દીઠ રૂ.6ના ડિવિડન્ડને મંજૂરી આપી છે. જો વાર્ષિક સામાન્ય સભામાં શેરધારકોની મંજૂરી મેળવવામાં આવશે, તો કંપની 28 જૂન, 2024 પહેલા રોકાણકારોના ડીમેટ ખાતામાં ડિવિડન્ડની રકમ ટ્રાન્સફર કરશે.
JLRથી આવક વધી, પેસેન્જર અને કોમર્શિયલ વાહનોનું વેચાણ વધ્યું
લક્ઝરી કાર જેગુઆર અને લેન્ડ રોવરથી ટાટા મોટર્સના નફામાં ઘણો વધારો થયો છે. ચોથા ક્વાર્ટરમાં JLRની આવક 10.7 ટકા વધીને 9.7 બિલિયન યુરો થઈ છે.
તેવી જ રીતે, કોમર્શિયલ વાહનોના વેચાણથી કંપનીની આવક 1.6 ટકા વધીને રૂ.21.6 હજાર કરોડ થઈ છે, જ્યારે પેસેન્જર વાહનોના વેચાણમાંથી આવકમાં 19.3 ટકાનો અદભૂત વધારો જોવા મળ્યો છે અને કંપનીએ રૂ. 14.4 હજાર કરોડની આવક પ્રાપ્ત કરી છે.
સમગ્ર નાણાકીય વર્ષમાં ટાટા મોટર્સનું પ્રદર્શન કેવું રહ્યું?
નાણાકીય વર્ષ 2024માં ટાટા મોટર્સના ચોખ્ખા નફામાં 1200 ટકાનો વધારો થયો છે. કંપનીએ FY24માં રૂ.31,399.09 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે FY23માં રૂ.2,414.29 કરોડ હતો.
તેવી જ રીતે, નાણાકીય વર્ષ 2024 દરમિયાન આવકમાં 26.58 ટકાનો વધારો જોવા મળ્યો હતો. FY24માં કંપનીની આવક રૂ.437,927.77 કરોડ હતી, જે FY23માં રૂ.345,966.97 કરોડ હતી.
ટાટા ગ્રૂપના ચીફ ફાયનાન્સિયલ ઓફિસર PB બાલાજીએ કહ્યું કે ટાટા મોટર્સ ગ્રૂપે તેની અત્યાર સુધીની સૌથી વધુ આવક, નફો અને ફ્રી કેશ ફ્લો પ્રાપ્ત કરી છે.
અમારો ભારતનો વ્યવસાય હવે ઋણમુક્ત છે, અને અમે નાણાકીય વર્ષ 2025માં એકીકૃત ધોરણે ચોખ્ખી ઓટોમોટિવ ઋણમુક્ત કંપની બનવાના માર્ગ પર છીએ. વ્યવસાયો તેમની વ્યૂહરચનાઓ પર સારી રીતે અમલ કરી રહ્યા છે અને તેથી અમને આગામી વર્ષોમાં આ મજબૂત પ્રદર્શન જાળવી રાખવાનો વિશ્વાસ છે.








