મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

stock markeToday/ સેન્સેક્સ 500 પોઈન્ટ ગગડ્યો, તો નિફ્ટી 24,200ની નીચે

ભારતીય શેરબજારમાં શુક્રવારે શરૂઆતના કારોબારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે બંને મુખ્ય સૂચકાંક

stock markeToday/ સેન્સેક્સ 500 પોઈન્ટ ગગડ્યો, તો નિફ્ટી 24,200ની નીચે
આ સમાચાર સાંભળો

ભારતીય શેરબજારમાં શુક્રવારે શરૂઆતના કારોબારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે બંને મુખ્ય સૂચકાંકો BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી લાલ નિશાન સાથે ખુલ્યા હતા. નિફ્ટી 50 ઇન્ડેક્સ 158 પોઈન્ટ અથવા 0.65% ઘટીને 24,169 પર ખુલ્યો હતો, જ્યારે સેન્સેક્સ 501 પોઈન્ટ અથવા 0.64% ઘટીને 77,343 પર ખુલ્યો હતો.

એશિયન માર્કેટ

એશિયન બજારોમાં પણ ઘટાડા સાથે શરૂઆત થઈ હતી. દક્ષિણ કોરિયાનો કોસ્પી (KOSPI) 1.88% ગગડ્યો હતો, જ્યારે સ્મોલ-કેપ કોસ્ડેક (KOSDAQ) 0.56% ઉપર રહ્યો હતો. જાપાનનો નિક્કી 225 (Nikkei 225) ગુરુવારે રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા બાદ નફો બુક કરવાના (profit booking) કારણે 0.62% નીચે સરક્યો હતો. હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ ફ્યુચર્સ 26,285 પર હતો, જે ઇન્ડેક્સના અગાઉના બંધ ભાવ 26,626.28 કરતા ઓછો હતો.

આ સમાચાર શેર કરો