શેરમાર્કેટમાં તેજીનો માહોલ! સેન્સેક્સમાં 1200થી વધુ, તો નિફ્ટિમાં 350થી વધુ પોઈન્ટનો ઉછાળો

સોર્સ : GSTV
BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી50 ગ્રીન ઝોનમાં (વધારા સાથે) ખુલ્યા. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સમાં 1,300 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો, જ્યારે નિફ્ટી 400 પોઈન્ટ ઉપર જોવા મળ્યો. અમેરિકા અને ઈરાન વચ્ચે બીજા રાઉન્ડની શાંતિ વાટાઘાટો અંગેના અહેવાલોને પગલે આ આશાવાદ જોવા મળી રહ્યો છે.
અગાઉ સોમવારે, શાંતિ વાટાઘાટોનો પ્રથમ રાઉન્ડ નિષ્ફળ જતાં બંને સૂચકાંકોમાં ઘટાડા સાથે (ગેપ ડાઉન) શરૂઆત થઈ હતી. જ્યારે મંગળવારે આંબેડકર જયંતી નિમિત્તે ટ્રેડિંગમાં રજા હતી. અને બુધવારે બજાર ખુલતાની સાથે માર્કેટમાં તેજી જોવા મળી રહી છે.

