શેરબજાર/ સેન્સેક્સ ઇન્ટ્રા ડે નીચલી સપાટીથી 997 પોઇન્ટ સુધર્યો, નિફ્ટી 22,000ને પાર
શેરબજારમાં સોમવારનું ટ્રેડિંગ સત્ર ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું હતું અને બજારે નીચલા સ્તરેથી સારી રિકવરી દર્શાવી હતી. બોમ્બે સ્ટોક એ

શેરબજારમાં સોમવારનું ટ્રેડિંગ સત્ર ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું હતું અને બજારે નીચલા સ્તરેથી સારી રિકવરી દર્શાવી હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 112 પોઈન્ટ વધીને 72776ના સ્તરે બંધ થયો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 49 પોઈન્ટ વધીને 22104ના સ્તરે બંધ થયો હતો.
આજે નિફ્ટીએ 21821ના સ્તરથી ઝડપી રિકવરી દર્શાવી હતી અને નાની સમયમર્યાદામાં તેજીનું માળખું બનાવીને 21850ના સ્તરેથી પુનરાગમન કર્યું હતું. અને ફરી એકવાર 22000ની સપાટી હાંસલ કરી હતી. વ્યાપક બજારોમાં, BSE મિડકેપ ઇન્ડેક્સ 0.36 ટકા વધ્યો હતો, જ્યારે BSE સ્મોલકેપ 0.23 ટકા ઘટ્યો હતો. બંને સૂચકાંકો ઇન્ટ્રા-ડે 1.5 ટકા ઘટ્યા હતા.
ટોપ ગેનર્સ, ટોપ લુઝર્સ
આજના બજારમાં નિફ્ટી 50 ના ટોપ ગેઇનર્સમાં સિપ્લા, એશિયન પેઇન્ટ્સ, અદાણી પોર્ટ્સ, ડિવિસ લેબ, અદાણી એન્ટરપ્રાઇઝિસનો સમાવેશ થાય છે. સિપ્લાનો શેર 5.61 ટકા વધ્યો હતો. આજના બજારમાં, ટાટા મોટર્સના પરિણામો પછી, આ શેર નબળો પડ્યો અને તે 8 ટકા ઘટ્યો. આ સાથે ઓટો ઈન્ડેક્સમાં ભારે વેચવાલી જોવા મળી હતી. ટાટા મોટર્સ, બીપીસીએલ, શ્રીરામ ફાઇનાન્સ, એનટીપીસી, ઓએનજીસીના શેર નિફ્ટીના ટોપ લોઝર શેરોમાં હતા. આજના બજારમાં ફાર્મા, આઈટી અને બેન્કિંગ શેરોએ બજારને નીચલા સ્તરેથી ટેકો આપવામાં મોટી ભૂમિકા ભજવી હતી.
વોલેટાઇલ બજાર
સોમવારે 13 તારીખે બજારમાં ભરપુર વોલેટાલિટી જોવા મળી હતી અને એક વાર ફરી આજના ટ્રેડિંગ સેશનમાં ઉપર અને નીચે બંને તરફની મૂવમેન્ટ જોવા મળી હતી. બજારમાં આજે 311 પોઈન્ટની રેન્જમાં વેપાર થયો હતો અને આ સમયગાળા દરમિયાન વધઘટ વધુ રહી હતી. જેના કારણે ઓપ્શન પ્રીમિયમ વધતું રહ્યું હતું. નિફ્ટીની આજની નીચી સપાટી 21821 હતી, જ્યારે દિવસની ઊંચી સપાટી 22132 હતી.
વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ આજે 21ને વટાવી ગયો, જેના કારણે ઓપ્શન પ્રીમિયમમાં વધારો થયો. સમગ્ર ટ્રેડિંગ સેશન દરમિયાન ઉથલપાથલ જોવા મળી હતી. VIX વધવાને કારણે બજારમાં અરાજકતા જોવા મળી હતી. જોકે, ટ્રેડિંગ સેશનના અંતે વિક્સ 21થી થોડો નીચે ગયો હતો.
આજે નિફ્ટી 22100 ના સ્તરને પાર કરીને બંધ થયો છે, જે આવનારા દિવસો માટે સારો સંકેત છે. 22,000નું સ્તર ફરી એકવાર નિફ્ટી માટે સારું સપોર્ટ લેવલ સાબિત થશે.








