મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

Stock Market: સેન્સેક્સ અચાનક 600 પોઈન્ટ ઘટ્યો, કેપિટલ ગેઇન્સ ટેક્સનો આંચકોઃ આ 10 શેરો થયા વેરવિખેર

Stock Market: બજેટ રજૂ કરવામાં આવ્યું છે અને બજેટના દિવસે શેરબજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી અને આજે પણ બ

Stock Market: સેન્સેક્સ અચાનક 600 પોઈન્ટ ઘટ્યો, કેપિટલ ગેઇન્સ ટેક્સનો આંચકોઃ આ 10 શેરો થયા વેરવિખેર

Stock Market: બજેટ રજૂ કરવામાં આવ્યું છે અને બજેટના દિવસે શેરબજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી અને આજે પણ બજારમાં સેન્સેક્સ અને નિફ્ટીની ચાલ બદલાતી જોવા મળી રહી છે. બજેટ બાદ બુધવારે શેરબજારે ધીમી શરૂઆત કરી હતી. સેન્સેક્સ 100 પોઈન્ટ્સથી વધુ લપસી ગયો, જ્યારે નિફ્ટીએ 30 પોઈન્ટથી વધુ ઘટાડીને ટ્રેડિંગ શરૂઆત કરી હતી. નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના કાર્યકાળનું સતત સાતમું બજેટ રજૂ કરતી વખતે ઘણી જાહેરાતો કરી અને તેની સીધી અસર શેરબજાર પર પણ જોવા મળી.

બજેટમાં સુધારાની અસર બજાર ઉપર જોવા મળી છે. બપોરે 12:30 કલાકે સેન્સેક્સ 650 પોઈન્ટથી વધુ ગગડીને 79,750 પોઈન્ટ સુધી લપસી ગયો, જ્યારે નિફ્ટી 170 પોઈન્ટ ઘટીને 24300ની નજીક પહોંચી ગયો.

હકિકતમાં કેપિટલ ગેઈન ટેક્સ વધારવાના નિર્ણયને કારણે બજારનો મૂડ બગડ્યો છે, બજેટના દિવસે બજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. બીએસઈનો સેન્સેક્સ 1200 પોઈન્ટ ઘટ્યો હતો, જ્યારે એનએસઈનો નિફ્ટી 500 પોઈન્ટ લપસી ગયો હતો. જોકે, ટ્રેડિંગના અંત સુધીમાં બંનેમાં તીવ્ર રિકવરી જોવા મળી હતી.

શેરબજારમાં ગઇકાલે પણ ભારે ઉથલપાથલ જોવા મળી હતી અને આજે પણ બજાર રોકાણકારોની આંખ મીંચી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. બુધવારે શેરબજારના બંને સૂચકાંકો લાલ નિશાન પર ખુલ્યા હતા. BSE સેન્સેક્સ 80,343.28 ના સ્તરે ખૂલ્યો હતો, જે તેના અગાઉના 80429.04 ના બંધની તુલનામાં થોડો ઘટાડો થયો હતો. જ્યારે NSE નિફ્ટી તેના અગાઉના બંધ 24,479ની સરખામણીએ નજીવો નીચો 24,444 પર ખુલ્યો હતો. 

જો કે બુધવારે પણ સેન્સેક્સ-નિફ્ટીની મુવમેન્ટ બદલાતી જોવા મળી રહી છે. થોડીવારમાં તેઓ ગ્રીન ઝોનમાં વેપાર કરતા જોવા મળે છે અને બીજી જ ક્ષણે તેઓ ફરીથી લાલ નિશાનમાં વેપાર કરતા જોવા મળે છે.

આ શેર્સમાં મોટો ઘટાડો

બુધવારે શેરબજારમાં આવેલા ઘટાડા વચ્ચે 10 શેર્સને મોટી અસર જોવા મળી હતી. જેમાં એન્જલ વન 2%, બ્લુસ્ટાર 1.5%, ઈન્ડસ ટાવર 3%, બંધન બેંક 2%, ડાબર ઈન્ડિયા 3.3%, ગોદરેજ કન્ઝ્યુમર 3.3%, જ્યારે મિડકેપ કંપનીઓમાં ટોરેન્ટ ફાર્મા 3.17%, MPHasis શેર 2.62% ઘટ્યો હતો. સ્મોલકેપ કંપનીઓ વિશે વાત કરીએ તો, VSTIND શેર 7.11% ના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો અને PhoniX ઈન્ડિયા શેર 4.20% ના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો.

આ સમાચાર શેર કરો