સેન્સેક્સ-નિફ્ટીમાં નરમાઇ, આ શેરોમાં જોવા મળી બમ્પર તેજી
ભારતીય શેરબજારમાં મંગળવારે ભારે ઉતાર-ચઢાવ વચ્ચે સેન્સેક્સ સામાન્ય ઘટાડા અને નિફ્ટી સામાન્ય વધારા સાથે બંધ થયો હતો. જોકે, પ

ભારતીય શેરબજારમાં મંગળવારે ભારે ઉતાર-ચઢાવ વચ્ચે સેન્સેક્સ સામાન્ય ઘટાડા અને નિફ્ટી સામાન્ય વધારા સાથે બંધ થયો હતો. જોકે, પીએસયુ બેન્ક શેરોમાં બમ્પર તેજી જોવા મળી હતી.
સેન્સેક્સમાં 33 પોઈન્ટનો ઘટાડો
મંગળવારે બીએસઇ સેન્સેક્સ 33 પોઈન્ટ ઘટીને 76,457 પોઈન્ટના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 5 પોઈન્ટના મામૂલી વધારા બાદ 23,264 પોઈન્ટના સ્તરે બંધ થયો હતો. શેરબજારમાં ઓએનજીસી, લાર્સન, અદાણી પોર્ટ્સ અને મારુતિ સુઝુકીના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. કોટક બેંક, ડિવિઝ લેબ્સ, એશિયન પેઈન્ટ્સ અને આઈટીસીના શેર નબળાઈ પર બંધ થયા હતા.
ઓએનજીસીનો શેર છ ટકા મજબૂત
ઓએનજીસીના શેર લગભગ 6 ટકાના વધારા સાથે બંધ થયા હતા. અશોક લેલેન્ડ, લાર્સન, એચસીએલ ટેક, એચડીએફસી બેંક અને વિપ્રોના શેરમાં પણ તેજી જોવા મળી હતી, જ્યારે ટાટા કન્સલ્ટન્સી સર્વિસ, ઇન્ફોસીસ, આઈસીઆઈસીઆઈ બેંક, એશિયન પેઈન્ટ્સ અને કોટક મહિન્દ્રા બેંકના શેર નબળાઈ પર બંધ થયા હતા. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનો શેર પણ સારો ઉછળ્યો હતો
અદાણી ગ્રુપના આઠ શેરોમાં નુકસાન
શેરબજારના કામકાજમાં ઉતાર-ચઢાવ વચ્ચે મંગળવારે ગૌતમ અદાણી ગ્રુપની 10 લિસ્ટેડ કંપનીઓમાંથી બે શેર લીલા નિશાનમાં બંધ થયા હતા જ્યારે આઠ કંપનીઓના શેર નબળાઈ પર બંધ થયા હતા.








