મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

શેરબજાર ખુલતાની સાથે જ કકડભૂસ, સેન્સેક્સમાં 2300 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો

રોકાણકારોને જેનો ડર હતો તે જ થયું, ભારતીય શેરબજારમાં ખ

શેરબજાર ખુલતાની સાથે જ કકડભૂસ, સેન્સેક્સમાં 2300 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો

રોકાણકારોને જેનો ડર હતો તે જ થયું,  ભારતીય શેરબજારમાં ખુલતાની સાથે જ મોટો કડાકો (Stock Market Crash) જોવા મળ્યો હતો. ગયા અઠવાડિયા દરમિયાન ઘટાડા પછી અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસે, બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE Sensex) ના 30 શેરવાળા સેન્સેક્સમાં તેના પાછલા બંધની તુલનામાં 2300 પોઈન્ટથી વધુનો  કડાકો નોંધાયો છે, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE Nifty) ના નિફ્ટી ઇન્ડેક્સમાં 600 પોઈન્ટથી વધુનો કડાકો થયો હતો. આ કડાકા પાછળ એક નહીં પણ ઘણા મુખ્ય કારણો છે, જે સીધા યુએસ-ઇઝરાયલ વિરુદ્ધ ઈરાન યુદ્ધ સાથે જોડાયેલા છે.

સેન્સેક્સ અને નિફ્ટી ખુલતાની સાથે જ ધડામ

મિડલ ઈસ્ટમાં વધતા જતા સૈન્ય સંઘર્ષની સીધી અસર આજે ભારતીય શેરબજાર પર જોવા મળી છે. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં ગાબડાં પડ્યા હતા. BSE SENSEX આજે પ્રચંડ કડાકા સાથે 76,647.38 ના સ્તર પર પહોંચી ગયો હતો, જે તેના અગાઉના બંધ 78,918.90 ની સરખામણીએ 2,271.52 (2.88%) પોઈન્ટનો તોતિંગ ઘટાડો દર્શાવે છે. આજના ટ્રેડિંગ સત્ર દરમિયાન બજાર 77,056.75 પર ખુલ્યું હતું અને નીચામાં 76,641.26 સુધી ગગડ્યું હતું.

ગયા શુક્રવારે નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો

ભારતીય શેરબજારમાં ગયા અઠવાડિયે નોંધપાત્ર ઉથલપાથલનો અનુભવ થયો હતો. અને અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે BSE અને NSEમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. શુક્રવારે, BSE સેન્સેક્સ દિવસભરના ઘટાડા પછી 1097 પોઇન્ટના ઘટાડા સાથે બંધ થયો, જ્યારે NSE નિફ્ટી 315 પોઇન્ટના ઘટાડા સાથે બંધ થયો.

આ સમાચાર શેર કરો