મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

ઇન્ટ્રા-ડેમાં ભારે ઉતાર ચડાવના અંતે શેરબજારમાં ફ્લેટ ક્લોઝિંગ

મંગળવારે દિવસભરની વધઘટ બાદ શેરબજાર સપાટ સ્તરે બંધ થયું હતું. સેન્સેક્સ 39 પોઈન્ટના વધારા બાદ 84,335 પોઈ

ઇન્ટ્રા-ડેમાં ભારે ઉતાર ચડાવના અંતે શેરબજારમાં ફ્લેટ ક્લોઝિંગ

મંગળવારે દિવસભરની વધઘટ બાદ શેરબજાર સપાટ સ્તરે બંધ થયું હતું. સેન્સેક્સ 39 પોઈન્ટના વધારા બાદ 84,335 પોઈન્ટના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 1 ટકાના ઘટાડા બાદ 25,807ના સ્તરે બંધ થયો હતો. આજે બજારની શરૂઆત પણ સપાટ સ્તરે થઈ હતી  આ પહેલા સોમવારે પ્રોફિટ બુકિંગ અને નવેસરથી વેચાણને કારણે બજારમાં ભારે ઘટાડો નોંધાયો હતો. આજના ટ્રેડિંગમાં, ટેક મહિન્દ્રા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ઈન્ફોસીસ અને કોટક બેંકના શેરોએ બજારને ઉંચું લાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઈન્ડસઈન્ડ બેંક, એશિયન પેઈન્ટ્સ, ટાઈટન કંપની અને એચયુએલના શેર આ પ્રયાસોને નિષ્ફળ બનાવવામાં સફળ રહ્યા હતા.

આઇટી સેકટરમાં તેજી રહી

મંગળવારે નિફ્ટી મીડિયા અને નિફ્ટી આઈટીના સૂચકાંકોમાં સારો વધારો જોવા મળ્યો હતો. નિફ્ટી મીડિયા 1.60% ના વધારા સાથે 2,173 ના સ્તર પર બંધ થયો, જ્યારે નિફ્ટી આઇટી 1.17% ના વધારા સાથે 42,435 ના સ્તર પર બંધ થયો. આ પછી નિફ્ટી મેટલમાં 0.24 ટકાનો વધારો નોંધાયો હતો, જે 10,223ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી ઓટો શેર 0.21% ના વધારા પછી 27,083 ના સ્તર પર બંધ થયા છે.

તે જ સમયે, બેંક નિફ્ટી 0.10% ઘટીને 52,923 ના સ્તર પર બંધ થયો, જ્યારે નિફ્ટી એફએમસીજી  0.11% ઘટીને 65,471 ના સ્તર પર બંધ થયો. તે જ સમયે, નિફ્ટી ઓઈલ એન્ડ ગેસ ઈન્ડેક્સ 0.67% ના ઘટાડા સાથે 12,948 ના સ્તર પર બંધ થયા છે. તમને જણાવી દઈએ કે નિફ્ટી સીપીએસઇમાં સૌથી વધુ 0.76% નો ઘટાડો નોંધવામાં આવ્યો છે, જે 7,203 ના સ્તર પર બંધ થયો છે.

આજના ટોપ ગેઇનર્સ અને લૂઝર્સ

આજના ટ્રેડિંગમાં, ટેક મહિન્દ્રાના શેર્સ 3.06%ના વધારા સાથે ટોચના ગેનર હતા, જે રૂ. 1,625 પર બંધ થયા હતા. આ પછી, મહીન્દ્રા એન્ડ મહીન્દ્રા 2.29% વધીને 3,166 ના સ્તરે બંધ થયો, જ્યારે ઇન્ફોસિસના શેર 1.54% વધીને 1,904 ના સ્તરે બંધ થયા. તે જ સમયે, કોટક બેંકના શેર 1.38% ના વધારા સાથે 1,879 ના સ્તરે બંધ થયા છે.

આજે, ઇન્ડસઇન્ડ બેન્કના શેર સૌથી વધુ 2.62% ઘટીને 1,410ના સ્તરે બંધ થયા હતા, જ્યારે 1.56%ના ઘટાડા પછી એશિયન પેઇન્ટ્સના શેર 3,277ના સ્તરે બંધ થયા હતા. આ પછી, ટાઇટન કંપનીના શેર 1.26% ઘટ્યા અને 3,776 ના સ્તરે બંધ થયા. તે જ સમયે, એચયુએલના શેર 1.17% ઘટીને 2,924ના સ્તરે બંધ થયા હતા, જ્યારે ટાટા મોટર્સનો શેર 0.97% નબળો પડીને 965.20ના સ્તરે બંધ થયો હતો.

વૈશ્વિક બજારો

એશિયાઈ બજારોમાં ટોક્યો ઊંચા સ્તરે બંધ રહ્યો હતો. મંગળવારે જાહેર રજાના કારણે દક્ષિણ કોરિયા, હોંગકોંગ અને ચીનના બજારો બંધ છે. ચીનમાં રજાઓના કારણે સપ્તાહના બાકીના દિવસોમાં બજારો બંધ રહેશે. યુરોપિયન બજારોમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો હતો. સોમવારે અમેરિકન બજારો પોઝિટિવ સેક્ટરમાં બંધ થયા છે.

આ સમાચાર શેર કરો