ત્રણ દિવસના ઘટાડા બાદ સેન્સેક્સ-નિફ્ટીની શાનદાર રિકવરી
ગ્લોબલ માર્કેટમાં મંદીની આશંકાઓની વચ્ચે આ સપ્તાહે સતત બે દિવસ સુધી શેરબજારો ઘટાડે બંધ રહ્યા બાદ આજે બ

ગ્લોબલ માર્કેટમાં મંદીની આશંકાઓની વચ્ચે આ સપ્તાહે સતત બે દિવસ સુધી શેરબજારો ઘટાડે બંધ રહ્યા બાદ આજે બુધવારે શેરબજારમાં બમ્પર તેજીજોવા મળી રહી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો બેન્ચ માર્ક ઇન્ડેક્સ સેન્સેક્સમાં આજે લગભગ હજારેક પોઇન્ટની તેજી જોવા મળી હતી. જ્યારે નિફ્ટી પણ લગભગ 300 પોઇન્ટ નજીકની તેજી સાથે બંધ રહ્યો હતો.
બંને બેન્ચમાર્ક લીલા નિશાન પર બંધ થયા
નિફ્ટીએ બુધવારે સવારે 297 અંકોના વધારા સાથે 24290 ના સ્તર પર કારોબારની શરૂઆત કરી હતી. સેન્સેક્સે પણ વેગ બતાવ્યો અને 972 પોઈન્ટના વધારા સાથે 79565 ના સ્તર પર ખુલ્યો. તે જ સમયે, સેન્સેક્સ 874 પોઈન્ટ અથવા 1.11% ના વધારા સાથે 79,468 ના સ્તર પર બંધ થયો, જ્યારે નિફ્ટી 300 થી વધુ પોઈન્ટ ના વધારા સાથે 24,300 ના સ્તર પર બંધ થયો.
સેક્ટરલ ઇન્ડેક્સન સ્થિતિ કેવી રહી
આજના કારોબારમાં સૌથી મોટો ઉછાળો નિફ્ટી મિડકેપ 100, નિફ્ટી આઈટી, નિફ્ટી બેન્ક સહિત ઘણા સેક્ટરમાં જોવા મળ્યો છે. નિફ્ટી મિડકેપ 100 2.45% ના ઉછાળા સાથે 56,873 ના સ્તર પર બંધ થયો, નિફ્ટી આઈટી 1.48% ના વધારા સાથે 39,194 ના સ્તર પર બંધ થયો. આ સિવાય તે 0.75% ના ઉછાળા સાથે 50,119 ના સ્તર પર બંધ થયો.
આજે ટોપ ગેઇનર્સ અને ટોપ લુઝર્સ
ટોપ ગેઇનર્સ: અદાણી પોર્ટ્સ એસઇઝેડ અને પાવર ગ્રીડમાં આજના ટ્રેડિંગમાં સૌથી વધુ 3% થી વધુનો વધારો નોંધાયો હતો. આ પછી જેએસડબલ્યુ સ્ટીલ 2.54%, ટાટા સ્ટીલ 2.36% અને ઇન્ફોસિસ 2.32% ના વધારા સાથે બંધ થયા.
ટોપ લૂઝર: આજે, ઇન્ડસઇન્ડ બેંકનું નામ ટોપ લુઝર શેર્સમાં પ્રથમ આવે છે, તેમાં 2.60% નો ઘટાડો નોંધવામાં આવ્યો છે. આ પછી ટેક મહિન્દ્રા, ટાઇટન, ભારતી એરટેલ, એશિયન પેઇન્ટ અને એચયુએલ લાલ નિશાનમાં બંધ થયા. તમને જણાવી દઈએ કે આ શેરો સિવાય બાકીના બધા જ લીલા નિશાન પર બંધ થયા
વૈશ્વિક બજારની ચાલ પર એક નજર
સિયોલ, ટોક્યો, શાંઘાઈ અને હોંગકોંગ નોંધપાત્ર રીતે ઊંચા સ્તરે બંધ રહેતા એશિયન બજારો સકારાત્મક ક્ષેત્રમાં બંધ થયા હતા. યુરોપિયન બજારોમાં પણ તેજી રહી હતી. મંગળવારે અમેરિકન બજારો ઉછાળા સાથે બંધ થયા હતા. વૈશ્વિક તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 1.12 ટકાના ઉછાળા સાથે $77.34 પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે.
શેરબજારમાં છેલ્લા 3 દિવસથી ઘટાડો જોવા મળ્યો હતો
છેલ્લા ટ્રેડિંગ સેશનમાં એટલે કે મંગળવારે ભારતીય શેરબજારમાં સતત ત્રીજા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. બેન્ચમાર્ક બીએસઇ સેન્સેક્સ 166.33 પોઈન્ટ અથવા 0.21 ટકા ઘટીને 78,593.07 પર હતો. એ જ રીતે નિફ્ટી 63.05 પોઈન્ટ અથવા 0.26 ટકાના ઘટાડા સાથે 24,000ની નીચે 23,992.55ની સપાટીએ બંધ રહ્યો હતો.








