શુક્રવારે શેરબજારમાં તેજી : સેન્સેક્સ-નિફ્ટીમાં ઉછાળો, આઇટી કંપનીઓના શેરમાં ધોવાણ
ભારતીય શેરબજાર ટ્રેડિંગના અંતિમ દિવસે શુક્રવારે માર્કેટ લીલા નિશાને બંધ થયું હતું. જેના પગલે રોકાણકારોને કરોડો રૂપિયાનો

ભારતીય શેરબજાર ટ્રેડિંગના અંતિમ દિવસે શુક્રવારે માર્કેટ લીલા નિશાને બંધ થયું હતું. જેના પગલે રોકાણકારોને કરોડો રૂપિયાનો ફાયદો થયો છે. બજાર બંધ થવા સુધીમાં બીએસઇ સેન્સેક્સ 260 પોઈન્ટ વધીને 72,664 પોઈન્ટના સ્તરે બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 97 પોઈન્ટ વધીને 22,055 પોઈન્ટના સ્તરે બંધ થયો હતો.
આ શેર લીલા અને લાલ નિશાને થયા બંધ
શેરબજારમાં બીપીસીએલ, એનટીપીસી, પાવર ગ્રીડ, હીરો મોટો કોર્પ, જેએસડબલ્યુ સ્ટીલ, એશિયન પેઇન્ટ્સ અને આઇશર મોટર્સના શેરમાં વધારો નોંધાયો હતો જ્યારે ટીસીએસ, સિપ્લા, એલટીઆઇ માઇન્ડ ટ્રી, ઇન્ફોસિસના શેર લાલ નિશાને બંધ થયા હતા.
આ પણ વાંચો: Tata Motors / આ કારના ધૂમ વેચાણને કારણે ચોથા ક્વાર્ટરમાં ટાટા મોટર્સનો ચોખ્ખો નફો 222 ટકા વધ્યો, 1.19 લાખ કરોડની કમાણી કરી
શેરબજારના રોકાણકારોને મલ્ટિ-બેગર રિટર્ન આપતી કંપનીઓના શેર વિશે વાત કરીએ તો, પિડિલાઇટ, જેન્સોલ એન્જિનિયરિંગ, અશોક લેલેન્ડ, ફેડરલ બેન્ક, ટાઇટન, ફિનોલેક્સ કેબલ અને યુનિ પાર્ટ્સના શેરમાં વધારો નોંધાયો હતો જ્યારે કોરોમંડલ ઇન્ટરનેશનલ મહિન્દ્રા હોલિડેઝ, સીએમએસ ઈન્ફો સિસ્ટમ, સર્વોટેક પાવર અને હોમ ફર્સ્ટ ફાઈનાન્સના શેરમાં નબળાઈ નોંધાઈ છે.
અદાણી ગ્રૂપની ત્રણ કંપનીઓના શેર લાલ નિશાને થયા બંધ
ગૌતમ અદાણી ગ્રૂપની 10 લિસ્ટેડ કંપનીઓમાંથી ત્રણના શેર લાલ નિશાનમાં બંધ થયા હતા જ્યારે સાત કંપનીઓના શેર નજીવા વધીને બંધ થયા હતા. અદાણી પોર્ટ્સના શેરમાં લગભગ બે ટકાનો વધારો નોંધાયો હતો, જ્યારે એસીસી લિમિટેડના શેર બે ટકાથી વધુના ઘટાડા સાથે બંધ થયા હતા.








