મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

ઈરાન-ઈઝરાયલ યુદ્ધના ભય વચ્ચે શેર માર્કેટમાં રોકાણકારોના 'ડાંડિયા' ડૂલ, સેન્સેક્સમાં જંગી કડાકો

એકબાજુ આજથી નવરાત્રિ શરૂ થઈ છે. બીજી બાજુ ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધના ભયને કારણે વૈશ્વિક બજારમાં નકારાત્મક સે

ઈરાન-ઈઝરાયલ યુદ્ધના ભય વચ્ચે શેર માર્કેટમાં રોકાણકારોના 'ડાંડિયા' ડૂલ, સેન્સેક્સમાં જંગી કડાકો

એકબાજુ આજથી નવરાત્રિ શરૂ થઈ છે. બીજી બાજુ ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધના ભયને કારણે વૈશ્વિક બજારમાં નકારાત્મક સેન્ટિમેન્ટ છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે ભારતીય શેરબજારમાં આજે પ્રંચડ કડાકો બોલી ગયો છે. પરિણામે રોકાણકારોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. 

બજાર બંધ થવા સુધીમાં ગુરૂવારે સેન્સેક્સ 1,769 પોઈન્ટના ઘટાડા સાથે 82,497 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 546 પોઈન્ટ ગગડીને 25,250ની સપાટીએ બંધ થયો હતો. આમ સેન્સેક્સ ફરી એકવાર 83,000 અંદર આવી ગયો છે. 

રોકાણકારોને કરોડો રૂપિયાનું નુકસાન

છેલ્લા કેટલાક દિવસથી રોકાણકારોને લીલા લહેર કરાવનાર શેરબજારે આજે રાતા પાણીએ રોવડાવ્યા હતા. ગઈકાલની રજા બાદ આજે માર્કેટમાં મોટો કડાકો નોંધાતા મૂડીમાં રૂ. 9.74 લાખ કરોડનો ઘટાડો નોંધાયો છે. 

આ શેર લાલ અને લીલા નિશાને થયા બંધ

શેરબજારમાં ઘટાડામાં વચ્ચે હિન્દુસ્તાન પેટ્રોલિયમનો શેર 6.71 ટકાના ઘટાડા સાથે બંધ થયો હતો, આ સિવાય ડાબર ઈન્ડિયા 6.27 ટકા, ગોદરેજ પ્રોપર્ટીઝ 5.57 ટકા, પાવર ફાઇનાન્સ 5.37 ટકા, ડીએલએફ 5.35 ટકા, બીપીસીએલ 5.27 ટકા ઘટીને બંધ થયા હતા. જ્યારે વધતા શેરોમાં પેટ્રોલનેટ એલએનજી 5.91 ટકા, જિંદાલ સ્ટીલ 1.52 ટકા અને મેરિકો 0.78 ટકાના વધારા સાથે બંધ થયા હતા.

આ કારણે બજારમાં ઘટાડો જોવા મળ્યો

વિદેશી રોકાણકારોની મોટાપાયે વેચવાલી અને સેબી દ્વારા એફએન્ડઓના નિયમોને આકરા કરવાની જાહેરાતની અસર પણ સેન્સેક્સ અને નિફ્ટી પર જોવા મળી છે. આ સિવાય ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધના ભયને કારણે વૈશ્વિક બજારમાં નકારાત્મક સેન્ટિમેન્ટ છે. તેની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી છે.

આ સમાચાર શેર કરો