શેરબજારમાં તેજી યથાવત: સેન્સેક્સે ફરી એકવાર 75,000ની સપાટી વટાવી
ચૂંટણીના પરિણામ બાદ ગુરૂવારે પણ શેરબજારમાં તેજી જોવા મળી હતી. જેના પગલે સેન્સેક્સ ફરી એકવાર 75,000ની સપાટી પાર કરી

ચૂંટણીના પરિણામ બાદ ગુરૂવારે પણ શેરબજારમાં તેજી જોવા મળી હતી. જેના પગલે સેન્સેક્સ ફરી એકવાર 75,000ની સપાટી પાર કરી ગયો છે. બીજી તરફ રોકાણકારોને પણ કરોડો રૂપિયાનો ફાયદો થયો છે.
બજાર બંધ થવા સુધીમાં બીએસઇ સેન્સેક્સ 692 પોઈન્ટ વધીને 75074 પોઈન્ટ પર બંધ થયો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 201 પોઈન્ટ વધીને 22821 પોઈન્ટ પર બંધ થયો હતો.
ટોપ ગેઇનર્સ અને લુઝર્સ શેર
ટોપ ગેઇનર્સની યાદીમાં એચસીએલ ટેક, મહિન્દ્રા, એસબીઆઇ લાઇફ, શ્રીરામ ફાઇનાન્સ, એસબીઆઇ, આઇશર મોટર્સ અને ઇન્ફોસિસના શેરનો સમાવેશ થાય છે, જ્યારે ટોપ લુઝર્સમાં હિન્દાલ્કો, એચયુએલ, હીરો મોટો કોર્પ, એશિયનનો સમાવેશ થાય છે.
મલ્ટિબેગર શેર 13 ટકા વધ્યા
શેરબજારના રોકાણકારોને મલ્ટિબેગર રિટર્ન આપતી કંપનીઓના શેર વિશે વાત કરીએ તો ગુરુવારે મઝગાંવ ડોકના શેરમાં 13 ટકાનો વધારો થયો હતો, કોચીન શિપયાર્ડ અને ગાર્ડન રીચ શિપ બિલ્ડરના શેરમાં 10 ટકાનો અને ભેલમાં 9 ટકાનો વધારો થયો હતો.






