સેન્સેક્સ 82,989ની સર્વોચ્ચ સપાટીએ બંધ થયોઃ નિફ્ટી 25,400ની નજીક
બેન્ચમાર્ક ઇક્વિટી સૂચકાંકો, બીએસઇ સેન્સેક્સ અને એનએસઇ નિફ્ટી 50 સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે

બેન્ચમાર્ક ઇક્વિટી સૂચકાંકો, બીએસઇ સેન્સેક્સ અને એનએસઇ નિફ્ટી 50 સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે અસ્થિર સત્રમાં લીલા રંગમાં બંધ થયા હતા. સેન્સેક્સ લગભગ 98 પોઈન્ટના વધારા સાથે 82,989ની સર્વકાલીન ટોચે બંધ રહ્યો હતો. નિફ્ટીમાં પણ થોડો વધારો જોવા મળ્યો હતો.
30 શેરો ધરાવતો બીએસઇ સેન્સેક્સ 97.84 પોઈન્ટ અથવા 0.12 ટકાના ઉછાળા સાથે 82,988.78 ના સર્વકાલીન ઉચ્ચ સ્તરે બંધ થયો હતો. સેન્સેક્સ આજે 82,832.82 અને 83,184.34ની રેન્જમાં ટ્રેડ થયો હતો.
બીજી તરફ, એનએસઇ નિફ્ટી 27.25 પોઈન્ટ અથવા 0.11 ટકા વધીને 25,383.75 પર બંધ થયો હતો. આજે નિફ્ટીએ 25,336.20 અને 25,445.70ની રેન્જમાં ટ્રેડિંગ કર્યું હતું.
સેન્સેક્સના ટોપ ફાઇવ ગેઇનર્સ
સેન્સેક્સના 30 શેરોમાંથી 15 શેર લીલા નિશાનમાં બંધ થયા હતા. એનટીપીસી, જેએસડબલ્યુ સ્ટીલ, એલએન્ડટી, એક્સિસ બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક સેન્સેક્સના ટોપ-5 ગેઇનર્સ હતા. આ ઉપરાંત નેસ્લે ઈન્ડિયા, કોટક બેંક, એમએન્ડએમ, સન ફાર્મા, ટાટા સ્ટીલ, એચડીએફસી બેંક, ઈન્ડસઈન્ડ બેંક, ઈન્ફોસીસ, પાવર ગ્રીડ અને ભારતી એરટેલના શેરમાં પણ વધારો થયો હતો.
સેન્સેક્સના ટોપ ફાઇવ લૂઝર્સ
બીજી તરફ સેન્સેક્સના 30માંથી 15 શેર લાલ નિશાનમાં બંધ થયા છે. બજાજ ફાઇનાન્સ, એચયુએલ, બજાજ ફિનસર્વ, અદાણી પોર્ટ્સ અને ટાઇટન સેન્સેક્સના ટોપ-5 લુઝર હતા. આ સિવાય અલ્ટ્રાટેક સિમેન્ટ, એશિયન પેઈન્ટ્સ, એસબીઆઈ, ટેક મહિન્દ્રા, ટાટા મોટર્સ, આઈટીસી, મારુતિ, ટીસીએસ, એચસીએલ ટેક અને રિલાયન્સના શેર પણ લાલ નિશાનમાં રહ્યા હતા.
જિયોજિત ફાયનાન્સિયલના રીસર્ચ વિભાગના હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે, ઘરેલું બજારો સાંકડી વધઘટમાં સકારાત્મક વલણ સાથે કામકાજ કરી રહ્યા છે. કારણ કે રોકાણકારો આ અઠવાડિયે ફેડના નિર્ણયની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અમેરિકાના જોબ માર્કેટમાં નબળાઈ અને અંકુશિત ફુગાવાનો દર સૂચવે છે કે વ્યાજ દરોમાં અનેક કટ શક્ય છે. "વિદેશી મૂડીના પ્રવાહ અને સ્થાનિક વૃદ્ધિમાં સ્થિરતાની અપેક્ષાઓ પર બજારનું સેન્ટિમેન્ટ સકારાત્મક રહી શકે છે."
પાછલા કારોબારી સત્રમાં બજારની તેજી પર લાગી હતી બ્રેક
છેલ્લા ટ્રેડિંગ સેશનમાં એટલે કે શુક્રવારે ભારતીય શેરબજારમાં બે દિવસની લાંબી તેજીને બ્રેક લાગી હતી. છેલ્લા સત્રમાં સેન્સેક્સ અને નિફ્ટી નજીવા ઘટાડા સાથે રેકોર્ડ હાઈથી નીચે સરકી ગયા હતા. સેન્સેક્સ 71.77 પોઈન્ટ અથવા 0.09 ટકાના ઘટાડા સાથે 82,890.94 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 32.40 પોઈન્ટ અથવા 0.13 ટકા ઘટીને 25,356.50 પર બંધ થયો હતો.
નિફ્ટી એફએમસીજીમાં ભારે વેચવાલી
સોમવારે સૌથી વધુ વધારો નિફ્ટી આલ્ફા 50 સેક્ટરમાં નોંધાયો છે. તે 1.10% ઉછળીને 60,672ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટી એનર્જી 0.80% ના વધારાની સાથે 42,569 ના સ્તર પર બંધ થયા છે. નિફ્ટી બેન્ક 0.41% વધીને 52,153 ના સ્તર પર બંધ થયો છે. તે જ સમયે, નિફ્ટી ઓટો 0.03% ના વધારા સાથે 25,830 ના સ્તર પર બંધ થયો.
નિફ્ટી એફએમસીજીમાં સૌથી વધુ વેચાણ થયું હતું. આ ઈન્ડેક્સ 0.72% ઘટીને 64,597 ના સ્તર પર બંધ થયો. નિફ્ટી આઇટી 0.10% ઘટીને 43,353 ના સ્તર પર બંધ થયો. નિફ્ટી ફાર્મા 0.04% ઘટીને 23,449 ના સ્તર પર બંધ થયો.








