મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

Sensexની વીકલી એક્સપાયરી પર શેરબજારમાં સુસ્તીઃ  સેન્સેક્સ અને નિફ્ટી સપાટ બંધ

Stock Market News: મંગળવારે શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સમાં 14 પોઈન્ટનો વધારો જોવા મળ્યો જ્યારે નિફ્ટી 50 25,060ના

Sensexની વીકલી એક્સપાયરી પર શેરબજારમાં સુસ્તીઃ  સેન્સેક્સ અને નિફ્ટી સપાટ બંધ

Stock Market News: મંગળવારે શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સમાં 14 પોઈન્ટનો વધારો જોવા મળ્યો જ્યારે નિફ્ટી 50 25,060ના સ્તરે બંધ થયો. આ સાથે નિફ્ટી મીડિયા અને નિફ્ટી પીએસયુ બેંકના શેરમાં પણ ઘટાડો જોવા મળ્યો.

મંગળવારે સવારે, સેન્સેક્સ ૮૨,૫૨૭ પર ખુલ્યો અને ૦.૦૧ ટકાના ઘટાડા સાથે ૮૨,૧૮૬ પર બંધ થયો. મંગળવારે, નિફ્ટી ૫૦ ૨૫,૧૬૬ પર ખુલ્યો અને દિવસના અંત સુધીમાં, તે ૦.૧૨ ટકાના ઘટાડા સાથે ૨૫,૦૬૦ પર બંધ થયો. આ ઘટતા બજારમાં, મિડ અને સ્મોલકેપ સેગમેન્ટ્સે ખરાબ પ્રદર્શન કર્યું. બીએસઇ મિડકેપ ઇન્ડેક્સ 0.62 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ 0.17 ટકા ઘટ્યો.

ટોપ ગેનર્સ અને લૂઝર્સ

નિફ્ટી 50ના ટોપ ગેનર્સના લિસ્ટની વાત કરવામાં આવે તો સૌથી ઉપર ઇટરનલનો શેર રહ્યો અને તેમાં દસ ટકા કરતાં પણ વધુનો ઉછાળો નોંધાયો હતો. આ પછી, એચડીએફસી લાઇફમાં 1.47 ટકા, ટાઇટન કંપનીમાં 1.15 ટકા, હિન્ડાલ્કોમાં 1.08 ટકા, ભારત ઇલેક્ટ્રોનિક્સમાં 0.79 ટકાનો વધારો જોવા મળ્યો.

નિફ્ટી 50ના ટોપ લૂઝર્સની વાત કરવામાં આવે તો શ્રીરામ ફાઇનાન્સને સૌથી વધુ નુકસાન થયું, જેમાં 2.37 ટકાનો ઘટાડો જોવા મળ્યો. આ પછી, આઇશર મોટર્સમાં 2.14 ટકા, અદાણી પોર્ટમાં 2.06 ટકા, ટાટા મોટર્સમાં 2.05 ટકા અને જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસમાં 2.04 ટકાનો ઘટાડો જોવા મળ્યો.

સેક્ટરલ ઇન્ડેક્સ

આમ તો તમામ સેક્ટરલ ઇન્ડેક્સ લાલ નિશાનમાં જ બંધ રહ્યા હતાં. પરંતુ આ છતાં, કેટલાક સૂચકાંકો એવા હતા જે લીલા નિશાન પર બંધ થયા હતા. આમાં નિફ્ટી ઇન્ડિયા કન્ઝ્યુમરને સૌથી વધુ નફો થયો હતો, જેમાં 0.46 ટકાનો વધારો જોવા મળ્યો હતો. આ પછી, નિફ્ટી સીપીએસઇમાં 0.24 ટકાનો વધારો જોવા મળ્યો હતો અને નિફ્ટી ઇન્ડિયા ડિફેન્સમાં 0.19 ટકાનો વધારો જોવા મળ્યો હતો.

સૌથી વધારે નુકસાન નિફ્ટી મીડિયાને થયું હતું, જેમાં 2.27 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ત્યારબાદ નિફટી પીએસયુ બેન્કમાં 1.57 ટકા, નિફ્ટી રિયલ્ટી ૧.૦૧ ટકા, નિફ્ટી ફાર્મા ૧ ટકા, નિફ્ટી ઓટો ૦.૭૪ ટકા, નિફ્ટી ઇન્ડિયા ટુરિઝમ ૦.૭૧ ટકા અને નિફ્ટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ૦.૬૧ ટકા ઘટ્યા હતા.

ક્યા શેરોમાં જોવા મળી એક્શન?

પરિણામોના બીજા દિવસે પણ ઇટરનલમાં લેવાલી ચાલુ રહી. મેનેજમેન્ટની ટિપ્પણી પછી, આ શેર ફરી એકવાર 15%ના વધારા સાથે નવી ટોચ પર પહોંચ્યો છે. નિફ્ટીના 50માંથી 30થી વધુ શેર લાલ નિશાનમાં બંધ થયા. અદાણી પોર્ટ્સ આ ઇન્ડેક્સનો સૌથી નબળો શેર હતો.

દમાસ જ્વેલરી સાથે સોદાની જાહેરાત કર્યા પછી ટાઇટન 1% વધ્યો. ઇમ્પિરિયલ બ્લુને હસ્તગત કરવાની રેસમાં આગળ રહ્યા પછી તિલકનગર ઇન્ડસ્ટ્રીઝ 14% ના વધારા સાથે બંધ થયો.

મિશ્ર પરિણામો પછી દિવસના નીચા સ્તરમાંથી બહાર આવ્યા પછી, મહીન્દ્રા એન્ડ મહીન્દ્રા આજે સુધારા સાથે  બંધ થયો. એસએમએલ ઇસુઝુના નફામાં 70% નો વધારો થયા પછી આજે 10%ના વધારા સાથે બંધ થયો. અલ્ટ્રાટેક તરફથી સકારાત્મક ટિપ્પણી બાદ ઇન્ડિયા સિમેન્ટ્સ આજે 7%ના વધારા સાથે બંધ થયો. બોફા સિક્યોરિટીઝ તરફથી ડબલ અપગ્રેડ બાદ હેવેલ્સ વધારા સાથે બંધ થયો. જૂન ક્વાર્ટરના પરિણામો જાહેર થાય તે પહેલાં પેટીએમ લગભગ 4%ના વધારા સાથે બંધ થયો.

જૂન ક્વાર્ટરના મજબૂત પરિણામો જાહેર કર્યા પછી એજીઆઇ ગ્રીનપેક 15%ના વધારા સાથે બંધ થયો. જાહેરાત અને સબ્સ્ક્રાઇબર આવકમાં ઘટાડાને કારણે ઝી એન્ટરટેઈનમેન્ટ 6% ના વધારા સાથે બંધ થયો. ઇન્ફો એજ 4%ના વધારા સાથે બંધ થયો. સેબીના તાજેતરના નિવેદન પછી જેન સ્ટ્રીટ પર મૂડી બજારના શેર વધ્યા. એન્જલ વન લગભગ 4%ના વધારા સાથે બંધ થયો.

આ સમાચાર શેર કરો