SBI Market Cap: સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાનું માર્કેટ કેપ 100 બિલિયન ડોલરને પાર, જાણો હવે પછીનો ટાર્ગેટ
SBI Market Cap: ભારતની વધતી અર્થવ્યવસ્થા અને સતત વૃદ્ધિ વચ્ચે, વ

SBI Market Cap: ભારતની વધતી અર્થવ્યવસ્થા અને સતત વૃદ્ધિ વચ્ચે, વધુ એક રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. દેશની સૌથી મોટી સરકારી બેન્ક, સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયા (SBI) એ વ્યવસાયમાં 100 લાખ કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. બેન્કનું આગામી લક્ષ્ય 2030 સુધીમાં વિશ્વની ટોચની 10 સૌથી મૂલ્યવાન બેન્કોમાં સ્થાન મેળવવાનું છે. જેનાથી વૈશ્વિક સ્તરે ભારતીય બેન્કિંગનું સ્થાન અને પ્રભુત્વ સ્થાપિત કરવામાં મદદ મળશે. RBI પણ બેન્કિંગ ક્ષેત્રને સુધારવા માટે સતત પગલાં લઈ રહ્યું છે. SBI એ જણાવ્યું કે, બેન્કનું લક્ષ્ય તેનું મૂલ્ય વધુ વધારવાનું છે અને તે પ્રાપ્ત કરવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.
SBIના ચેરમેનનું નિવેદન
SBI ચેરમેન સી.એસ સેટ્ટીએ જાણકારી આપી કે, માર્કેટ કેપના હિસાબે SBI દેશની સૌથી મોટી સરકારી સંપત્તિઓમાંથી એક છે. વળી, બેન્કનો હેતુ એ છે કે, તે પોતાના મૂલ્યને સતત વધારે. ચેરમેનનું કહેવું છે કે, અમે ગત વર્ષે સારી કમાણી કરી હતી. જોકે, અમારો કેપિટલ રેશિયો ઘણી અન્ય બેન્કો કરતા ઓછો છે. અમે CAR 15 ટકા અને CET-1 12 ટકાનું લક્ષ્ય રાખ્યું છે, જે ભવિષ્યની જરૂરિયાતો સાથે મજબૂત મૂડી લાભને જોડે છે."
સી.એસ સેટ્ટીએ વધુમાં સમજાવ્યું કે, મૂડી ક્યારેય બેન્કના વિકાસમાં અવરોધ નથી બની. છેલ્લા ચારથી પાંચ વર્ષમાં, બેન્કના નફામાં વધારો થયો છે, જેના કારણે તેની મૂડીમાં વધારો થયો છે. ચેરમેન તરીકે, SBI પાસે 6થી 7 ટ્રિલિયન રૂપિયાનો ગ્રોથ સપોર્ટિંગ કેપિટલ હાજર છે.
SBI 100 બિલિયન ડૉલર માર્કેટ કેપને પાર કર્યું
અઠવાડિયાના ચોથા ટ્રેડિંગ દિવસે, SBIનું માર્કેટ કેપિટલાઇઝેશન 100 બિલિયન ડૉલરને વટાવી ગયું, જે HDFC બેન્ક, TCS, રિલાયન્સ, એરટેલ અને ICICI બેન્ક જેવી દિગ્ગજોની હરોળમાં જોડાયું. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં બેન્કનો ચોખ્ખો નફો 10 ટકા વધીને 20,160 કરોડ રૂપિયાથી વધુ થયો.



