મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

Corporatesને  બેંકિંગ લાઇસન્સ આપવાથી થાપણદારોના હિતોનો સંઘર્ષ થશે-RBI

RBI ગવર્નર Sanjay Malhotraએ જણાવ્યું હતું કે Corpora

Corporatesને  બેંકિંગ લાઇસન્સ આપવાથી થાપણદારોના હિતોનો સંઘર્ષ થશે-RBI

RBI ગવર્નર Sanjay Malhotraએ જણાવ્યું હતું કે Corporate કંપનીઓને સીધા કે NBFC દ્વારા  BANKING લાઇસન્સ આપવાની કોઈ યોજના નથી. તેમણે તેને થાપણદારોના નાણાં સંબંધિત હિતોના સંઘર્ષનો કેસ ગણાવ્યો. આ સાથે જ Malhotraએ એમ પણ કહ્યું કે, વ્યાજ દરો પર RBIનું વલણ flexible રહેશે અને બધા નિર્ણયો ડેટા પર આધારિત હશે. તેમણે ફુગાવા, બેંકિંગ નિયમન, વિદેશી બેંકો અને રૂપિયાના આંતરરાષ્ટ્રીયકરણ પર પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા.

Corporatesને BANKINGની મંજૂરી નહી

RBI ગવર્નર Sanjay Malhotraના જણાવ્યા મુજબ, જ્યારે કોઈ Corporate જૂથ પોતે થાપણદારોના નાણાં સાથે સંકળાયેલું હોય, ત્યારે બેંકિંગમાં તેનો પ્રવેશ થાપણદારોના હિતોના સંઘર્ષ તરફ દોરી શકે છે. તેથી જ, Corporatesને બેંક લાઇસન્સ મેળવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જેનાથી બેંકિંગ સિસ્ટમમાં પારદર્શિતા અને વિશ્વાસ જાળવવાનું સરળ બનશે.

વ્યાજ દરો પર RBIનું flexible વલણ

નાણાકીય નીતિ અંગે ગવર્નરે કહ્યું કે સમિતિનું વલણ હાલમાં તટસ્થ છે. જેનો અર્થ છે કે જરૂર પડે ત્યારે વ્યાજ દરમાં વધારો અથવા તો ઘટાડો કરી શકાય છે. તેમણે કહ્યું કે, ફુગાવો હાલમાં 2.1%ની આસપાસ છે, પરંતુ ભવિષ્યની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવામાં આવશે.

Private Bankમાં હિસ્સાની મર્યાદા યથાવત

Private Bankમાં પ્રમોટરોના મતદાન હિસ્સા અંગે Sanjay Malhotraએ કહ્યું કે, 26%ની મર્યાદા પહેલાથી જ નક્કી છે અને તેમાં ફેરફાર કરવાની કોઈ યોજના નથી. RBI ઇચ્છે છે કે બેંકોમાં હિસ્સો વિવિધતાપૂર્ણ બને જેથી બધા જ સ્તરે સંતુલન જળવાઈ રહે અને કોઈ એક જ જૂથનો વધુ પડતો પ્રભાવ ન રહે.

રૂપિયાનું આંતરરાષ્ટ્રીયકરણ


ગવર્નરે કહ્યું કે RBI વૈશ્વિક વેપારમાં રૂપિયાને પ્રોત્સાહન આપવા માટે ઘણા દેશો સાથે કરાર કરી રહી છે. UAE સાથે કરાર કરવામાં આવ્યા છે અને Maldives સહિત ઘણા દેશો સાથે વાતચીત ચાલી રહી છે. જોકે, BRICS ચલણ પર હાલમાં બહુ કામ થઈ રહ્યું નથી અને તે હાલમાં માત્ર એક વિચાર પુરતું જ સીમિત છે.

આ સમાચાર શેર કરો