મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

RBIએ 1 વર્ષમાં 12 બેંકોના લાયસન્સ રદ કરી દીધા, જાણો કેટલા સુરક્ષિત છે તમારા રૂપિયા

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકિંગ ક્ષેત્રમાં શિસ્ત જાળવવા માટે છેલ્લા એક વર્ષમાં (જુલાઈ 2024 થી જુલાઈ 2025 સુ

RBIએ 1 વર્ષમાં 12 બેંકોના લાયસન્સ રદ કરી દીધા, જાણો કેટલા સુરક્ષિત છે તમારા રૂપિયા

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકિંગ ક્ષેત્રમાં શિસ્ત જાળવવા માટે છેલ્લા એક વર્ષમાં (જુલાઈ 2024 થી જુલાઈ 2025 સુધી) કુલ 12 સહકારી બેંકોના લાઇસન્સ રદ કરી દીધા છે. આમાંની મોટાભાગની નાની શહેરી સહકારી બેંકો છે, જે તેમની નબળી નાણાકીય સ્થિતિ અને નિયમોનું પાલન કરવામાં અસમર્થતાને કારણે બંધ થઈ ગઈ હતી. જેમાં આ બેંકોને થઈ હતી અસર.

1. બનારસ મર્કેન્ટાઇલ સહકારી બેંક વારાણસી, UP જુલાઈ 2024
2. સિટી કો-ઓપરેટિવ બેંક મુંબઈ, મહારાષ્ટ્ર 2024
3. પૂર્વાંચલ સહકારી બેંક ગાઝીપુર, યુપી 2024
4. સુમેરપુર મર્કેન્ટાઇલ અર્બન કો-ઓપરેટિવ બેંક રાજસ્થાન 2024
5. જય પ્રકાશ નારાયણ નગરી સહકારી બેંક બિહાર 2024
6. શ્રી મહાલક્ષ્મી મર્કેન્ટાઈલ કો-ઓપરેટિવ બેંક તમિલનાડુ 2024
7. હિરીયુર અર્બન કો-ઓપરેટિવ બેંક કર્ણાટક 2024
8. અંજના અર્બન કો-ઓપરેટિવ બેંક ઔરંગાબાદ, મહારાષ્ટ્ર 22 એપ્રિલ 2025
9. કલર મર્ચન્ટ્સ કો-ઓપરેટિવ બેંક અમદાવાદ, ગુજરાત 16 એપ્રિલ 2025
10. ઈમ્પીરીયલ અર્બન કો-ઓપરેટિવ બેંક જલંધર, પંજાબ 25 એપ્રિલ 2025
11. શંકરરાવ મોહિતે પાટિલ સહકારી બેંક અકલુજ, મહારાષ્ટ્ર 11 એપ્રિલ ૨૦૨૫
12. કારવાર અર્બન કો-ઓપરેટિવ બેંક કર્ણાટક ૨૨ જુલાઈ ૨૦૨૫
 
૨૦૨૪ માં બંધ થયેલી ૭ બેંકોમાંથી મોટાભાગની બેંકો જાન્યુઆરી-જુલાઈ ૨૦૨૪ ની વચ્ચે બંધ થઈ ગઈ. ૪ બેંકો એપ્રિલ ૨૦૨૫ માં બંધ થઈ અને કરવાર બેંકનું લાઇસન્સ જુલાઈ ૨૦૨૫ માં રદ કરવામાં આવ્યું.

RBI એ લાઇસન્સ કેમ રદ કર્યા?

મૂડીનો અભાવ: બંધ થયેલી બધી બેંકો પાસે પૂરતી મૂડી નહોતી અને ભવિષ્યમાં કમાણી કરવામાં અસમર્થ હતી.
થાપણદારો માટે જોખમ: RBIના કહેવા પ્રમાણે આ બેંકો ચાલુ રાખવી થાપણદારોના હિતમાં નહોતી. કારણ કે તે પૈસા ચુકવવા અસમર્થ હતી.
નિયમોની અવગણના: કેટલીક બેંકો KYC જેવા નિયમોનું પાલન કરી રહી ન હતી અથવા એક્સપોઝર લિમિટ તોડવાને પગલે RBIએ તેમના પર દંડ પણ લાદ્યો હતો.

ગ્રાહકોના પૈસા કેટલા સુરક્ષિત છે?

DICGC વીમો: દરેક થાપણદારને DICGC તરફથી મહત્તમ ₹ ૫ લાખ સુધીની રકમ પાછી મળે છે, પછી ભલે તે બચત, ચાલુ અથવા FD ખાતામાં હોય. જણાવી દઈએ કે, કરવાર બેંકમાં 92.9% ખાતાધારકો એવા હતા જેમની થાપણો ₹5 લાખથી ઓછી હતી, એટલે તેમને સંપૂર્ણ રકમ મળશે. DICGC એ પહેલાથી જ ₹37.79 કરોડ ચૂકવી દીધા છે.

ચેતવણી: જો તમારા ખાતામાં ₹5 લાખથી વધુ હોય તો ઉપરના પૈસા પરત મળવાની સંભાવના નથી. RBI સલાહ આપે છે કે બેંક પસંદ કરતી વખતે તેની નાણાકીય સ્થિતિ ખાસ ચેક કરજો.

શું ધ્યાન આપવું

1. નાની બેંકોમાં સાવચેત રહો: સહકારી બેંકોમાં પૈસા જમા કરાવતા પહેલા, તેમની નાણાકીય સ્થિતિ, RBI રેટિંગ અને ક્રેડિટ ઇતિહાસ ચોક્કસપણે તપાસો.
૨. ૫ લાખ રૂપિયાનો નિયમ: એક જ બેંકમાં ૫ લાખ રૂપિયાથી વધુ રકમ ન રાખો, જેથી તમને સંપૂર્ણ DICGC કવર મળી શકે.
૩. સાવધાન રહો: જો તમારી બેંક સતત ખોટમાં હોય અથવા RBI દ્વારા દંડ ફટકારવામાં આવી રહ્યો હોય, તો તાત્કાલિક તમારા ખાતાને બીજી બેંકમાં શિફ્ટ કરો.

આ સમાચાર શેર કરો