મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

Ratan Tata: 69 વર્ષની ઉંમરે ઉડાડ્યું હતું ફાઈટર જેટ, 1 લાખમાં મધ્યમ વર્ગનું કાર ચલાવવાનું સપનું પુરુ કર્યું

ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાએ 86 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દ

Ratan Tata: 69 વર્ષની ઉંમરે ઉડાડ્યું હતું ફાઈટર જેટ, 1 લાખમાં મધ્યમ વર્ગનું કાર ચલાવવાનું સપનું પુરુ કર્યું

ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાએ 86 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. તેમને કોઈ ઓળખની જરૂર નથી. તેમના નામે ઘણી એવી સિદ્ધિઓ છે, જે મોટા-મોટા દિગ્ગજો પણ હાંસલ કરી શક્યા નથી. રતન ટાટાએ 21 વર્ષની ઉંમરે ટાટા ગ્રુપના ચેરમેન બન્યા બાદ અને કંપનીને નવી ઉંચાઈઓ પર લઈ જવા સુધી સખત મહેનત કરી છે. રતન ટાટાએ મિડલ ક્લાસ માટે કારનું સપનું પણ પૂરું કરવામાં મોટી ભૂમિકા ભજવી હતી. એટલું જ નહીં, ભારતના વિકાસમાં પણ રતન ટાટાની ભૂમિકા મહત્વપૂર્ણ હતી. રતન ટાટાની આવી ઘણી મોટી ભૂમિકાઓ અને સિદ્ધિઓ છે, જેને સમજાવવાનો પ્રયત્ન કરીશું તો કદાચ શબ્દો ઓછા પડી જશે. પરંતુ આજે અમે તેમની કેટલીક સિદ્ધિઓ વિશે જણાવી રહ્યા છીએ, જે તેમના સિવાય બીજું કોઈ કરી શક્યું નથી.

1 લાખમાં મધ્યમ વર્ગ માટે કાર

મધ્યમ વર્ગ માટે કાર ચલાવવાનું સપનું પુરું કરવા માટે રતન ટાટાએ એક મોટું પગલું ભર્યું હતું અને 1 લાખ રૂપિયાથી ઓછી કિંમતમાં કાર આપવાનો પ્લાન તૈયાર કર્યો હતો. થોડા વર્ષો સુધી આ યોજના પર કામ કર્યા પછી, વર્ષ 2009માં, તેમણે મધ્યમ વર્ગ માટે 1 લાખ રૂપિયાથી ઓછી કિંમતે નેનો કાર રજૂ કરી, જે સામાન્ય લોકોમાં ખૂબ જ લોકપ્રિય બની.

બેંગલુરુમાં એક એર શો દરમિયાન, રતન ટાટાને 400 કરોડ રૂપિયાથી વધુની કિંમતનું F-16 બ્લોક 50 ફાઈટર જેટ ઉડાવવાનો મોકો મળ્યો. 69 વર્ષની ઉંમર હોવા છતાં, ફાઇટર પ્લેન ઉડાડતા ઉદ્યોગપતિનું દૃશ્ય સામાન્ય નહોતું અને આ પરાક્રમનો વીડિયો આજે પણ લાખો લોકોને આકર્ષવા માટે પૂરતો છે.

રતન ટાટા F-16 ફાઈટર પ્લેનના કો-પાઈલટ હતા જેનું કમાન્ડ પોલ હેટનડોર્ફ દ્વારા કરવામાં આવ્યું હતું. ફાઈટર જેટની ટોપ સ્પીડ 2000 કિમી પ્રતિ કલાકથી વધુ છે. તેમણે ઉડાન દરમિયાન જ તેના પર નિયંત્રણ મેળવી લીધું હતું.

નથી કરી શક્યું કોઈ આવું કામ

રતન ટાટાના નામે વધુ એક એવી સિદ્ધિ છે, જે પહેલા કોઈ કરી શક્યું નથી. રતન ટાટા F-16 ફાલ્કન ફાઈટર જેટ ઉડાવનાર ભારતના પ્રથમ વ્યક્તિ બન્યા. તેમણે 2007માં બેંગલુરુ એરશો દરમિયાન આ સિદ્ધિ હાંસલ કરી હતી. રતન ટાટા પહેલા આ ફાઈટર જેટ કોઈએ ઉડાડ્યું નહોતું. ફાઈટર જેટ સિવાય રતન ટાટા લક્ઝરી કારના પણ શોખીન હતા. તેમની પાસે ફેરારીથી લઈને મર્સિડીઝ સુધીની ઘણી કાર હતી.

પદ્મ વિભૂષણથી સન્માનિત

રતન ટાટાને તેમના પરોપકારી કાર્ય અને દેશની પ્રગતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા માટે ઘણી વખત સન્માનિત કરવામાં આવ્યા હતા. રતન ટાટાને વર્ષ 2000માં પદ્મ ભૂષણ અને વર્ષ 2008માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.

1991માં અધ્યક્ષ બન્યા

નોંધનીય છે કે રતન ટાટાને 1991માં 21 વર્ષની ઉંમરે ઓટોથી લઈને સ્ટીલ સુધીના બિઝનેસ સાથે સંકળાયેલા ટાટા ગ્રુપના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. ચેરમેન બન્યા બાદ રતન ટાટા, ટાટા ગ્રૂપને એક નવી ઉંચાઈ પર લઈ ગયા. તેમણે 2012 સુધી આ જૂથનું નેતૃત્વ કર્યું, જેની સ્થાપના તેમના પરદાદા દ્વારા એક સદી પહેલા કરવામાં આવી હતી. 1996માં, ટાટાએ ટેલિકોમ કંપની ટાટા ટેલિસર્વિસિસની સ્થાપના કરી અને 2004 માં, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) બજારમાં સૂચિબદ્ધ થઈ.

આ સમાચાર શેર કરો