PF એકાઉન્ટને આધાર OTPથી કરવું પડશે વેરિફાઈ, થશે આ મોટા ફાયદા
કર્મચારી ભવિષ્ય નીધિ સંગઠન એટલે કે ઇપીએફઓ સાથે જોડાયેલી સભ્યોને પોતાનો યુનિવર્સલ એકાઉન્ટ નંબર (યુએએન)ને સક્રિ

કર્મચારી ભવિષ્ય નીધિ સંગઠન એટલે કે ઇપીએફઓ સાથે જોડાયેલી સભ્યોને પોતાનો યુનિવર્સલ એકાઉન્ટ નંબર (યુએએન)ને સક્રિય રાખવા માટે આધાર નંબર આધારિત ખરાઇ કરાવવું પડશે. આના માટે શ્રમ અને રોજગાર મંત્રાલયે નિયોક્તા એટલે કે નોકરીદાતા (કંપની અને ફર્મ્સ) માટે એક નિર્દેશ જારી કર્યો છે. આ નિર્દેશ પ્રમાણે યુનિવર્સ એકાઉન્ટ નંબરને આધારકાર્ડ નંબરની સાથે લિન્ક મોબાઇલ પર મળેલા ઓટીપીથી વેરીફાઇ કરવું પડશે, જેથી ઇપીએફઓના સભ્યોને સરકાર દ્વારા સંચાલિત યોજનાઓનો લાભ મળી શકે.
આ પણ વાંચો: તમારા પૈસા કેટલા સમયમાં બમણા, ત્રણ ગણા કે ચાર ગણા થશે? જાણો નિયમ
પ્રથમ તબક્કામાં નોકરીદાતાઓ ચાલુ નાણાકીય વર્ષમાં પોતાના તમામ કર્મચારીઓ માટે આધાર આધારિત ઓટીપીના માધ્યમથી યુએએનની સક્રીયતાની પ્રક્રિયાને 30 નવેમ્બર સુધી પૂરી કરવી પડશે. યુએએન સક્રીયતા (એક્ટીવેશન)થી કર્મચારીઓના ઇપીએફઓની વ્યાપક ઓનલાઇન સેવાઓનો લાભ ઉઠાવવામાં સરળતા રહેશે. જેનાથી તેમને પોતાના પ્રોવિડન્ટ ખાતાની તમામ જાણકારી મળી શકશે.
કર્મચારીઓને આવો ફાયદો
નવી વ્યવસ્થા મારફતે સરળતાથી લોગિન થઇ શકશે. સાથે જ પાસબુક જોઇ શકાશે, તેમજ ડાઉન લોડ કરી શકાશે. પૈસા ઉપાડવા, એડવાન્સ કે ટ્રાન્સફર માટે ઓનલાઇન ક્લેઇમ કરવામાં મદદ મળશે. વ્યક્તિગત માહિતિ અપડેટ કરવામાં પણ સરળતા રહેશે. આનાથી કર્મચારીઓને ઇપીએફઓ કચેરીઓમાં ભાગદોડ નહીં કરવી પડે., બીજા તબક્કામાં યુએએન એક્ટિવેશનની સાથે ચહેરો ઓળખવાની ટેકનિકના માધ્યમથી બાયોમેટ્રિક પ્રમાણીકરણ એટલે કે ઓથેન્ટીકેશન સિસ્ટમ અપનાવવામાં આવશે.
આવી રીતે એક્ટીવ (સક્રિય) કરો યુએએન નંબર
- સૌ પહેલા ઇપીએફઓ પોર્ટલ www.epfiindi.gov.in પર જાવ. મહત્ત્વપૂર્ણ લિન્ક લિન્ક અંતર્ગત એક્ટીવ યુએએન લિન્ક પર ક્લીકક કરો,
- યુએએન નંબર , આધાર નંબર, નામ જન્મતીથિ અને આધાર સાથે કનેક્ટેડ, મોબાઇલ નંબર રજિસ્ટર કરો.
-કર્મચારીઓએ એ સુનિશ્ચિત કરાવવાનું રહેશે કે, તેનો મોબાઇલ આધાર નંબર સાથે લિન્ક થયેલો હોવો જોઇએ.
-આધારા નંબર સાથે જોડાયેલા પોતાના મોબાઇલ નંબર પર ઓટીપી પ્રાપ્ત કરવા વેરીફિકેશન પિન પ્રાપ્ત કરે એવું જ્યાં લખ્યું હોય ત્યાં ક્લીક કરો.
-એક્ટિવેશન એટલે કે સક્રીયતાની પ્રક્રિયા પૂરી કરવા ઓટીપી રજિસ્ટર કરો
-હવે સફળ એક્ટિવેશન પર તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પાસવર્ડ મોકલવામાં આવશે.
ઇએલઆઇ યોજના માટે એક્ટિવેશન જરૂરી
કેન્દ્રીય બજેટ -2024-25માં સરકારે રોજગાર સાથે જોડાયેલી પ્રોત્સાહન યોજના (ઇએલઆઇ યોજના)ની જાહેરાત કર હતી. આ યોજનાનો લાભ વધુમાં વધુ કર્મચારીઓ લઇ શકે તે માટે મંત્રાલયે ઇપીએફઓ કચેરીઓને નોકરીદાતાઓ સાથે મળીને આ અભિયાન ચલાવવાનો નિર્દેશ આપ્યો છે. જેના હેેઠળ કર્મચારીઓના યુનિવર્સલ એકાઉન્ટ નંબર (યુએએન)ના એક્ટિવેશન સુનિશ્ચિત કરવામાં આવશે.
ઇએલઆઇ યોજના હેઠળ ત્રણ પ્રકારની મદદ મળશે
(1) પહેલી વખત નોકરી મેળવનારા કર્મચારીઓને 15000 રૂપિયા ત્રણ હપ્તામાં સીધા એમના ખાતામાં જમા કરાવવામાં આવશે. પાત્રતા માટે તેમનું માસિક વેતન એક લાખ રૂપિયા સુધીનું હોવું જોઇએ. આ યોજનાથી લગભગ બે કરોડ યુવાઓને ફાયદો થવાની અપેક્ષા છે.
(2) કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં રોજગાર સર્જન પર કર્મચારી અને નોકરીદાતાને નોકરીના પહેલા ચાર વર્ષ દરમિયાન પીએફ યોગદાન સંબંધીત નાણાકીય સહાય મળશે. આનાથી લગભગ 30 લાખ યુવા શ્રમિકો અને તેમના નોકરીદાતાઓને ફાયદો થવાની આશા છે.
(3) નવી નોકરીઓ માટે પ્રતિ માસ એક લાખ રૂપિયાથી ઓછી કમાણી કરનારા નવા કર્મચારરીઓ માટે સરકાર નોકરીદાતાઓને તેમના ઇપીએફઓ યોગદાન માટે બે વર્ષ સુધી પ્રતિ માસ સુધીની વળતર આપશે. આમાં પ્રતિ વર્ષ 50 લાખ વધારાની રોજગારી પેદા થવાની અપેક્ષા છે.








