મેક માય ટ્રિપે શેર કર્યો ડેટા, દેશમાં આ સ્થળોની મુલાકાત લેવાનું સૌથી વધુ પસંદ કરી રહ્યા છે લોકો
ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ઘણા લોકો ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. ગ

ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ઘણા લોકો ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. ગોવા દેશના સૌથી વધુ સર્ચ થયેલા ટૂરિસ્ટ પ્લેસમાં સામેલ છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે માર્ચથી એપ્રિલ મહિનામાં શ્રીનગર અને ઉદયપુર સૌથી વધુ સર્ચ કરાયેલા ટ્રાવેલ ડેસ્ટિનેશન છે. મેક માય ટ્રિપ દ્વારા જારી કરવામાં આવેલા ડેટામાં આ વાત સામે આવી છે. ડેટા દર્શાવે છે કે પુરી અને વારાણસી સૌથી વધુ સર્ચ કરાયેલા ધાર્મિક સ્થળોમાં સામેલ છે. અયોધ્યા માટે ટ્રાવેલ સર્ચમાં બમ્પર ઉછાળો જોવા મળ્યો છે. ગયા વર્ષની સરખામણીમાં આ વખતે ટ્રાવેલમાટે સૌથી વધુ સર્ચ કરાયેલા સ્થળોમાં અયોધ્યા, લક્ષદ્વીપ, નંદી હિલ્સ, ચાલકુડી, ચેવેલ્યા, ઓમકારેશ્વર વગેરેનો સમાવેશ થાય છે. તેમજ હવે લોકો એકલા મુસાફરી કરવાને બદલે પરિવાર સાથે મુસાફરી કરવાનું પસંદ કરવા લાગ્યા છે. જોકે, ગોવા હજુ પણ નંબર વન છે, જે પ્રવાસીઓનું ઓલ ટાઈમ ફેવરિટ છે.
આ પણ વાંચોઃ તમને ફિલ્મ અને વેબ સિરીઝ દેખાડીને આ રીતે કમાણી કરે છે OTT કંપનીઓ, સરળ ભાષામાં સમજો બિઝનેસ મોડલ
ફેમિલી ટ્રાવેલ સેગમેન્ટમાં 20 ટકાનો ઉછાળો
ટ્રાવેલ પોર્ટલ MakeMyTrip દ્વારા બુધવારે જાહેર કરાયેલા રિપોર્ટ અનુસાર, વિદેશની વાત કરીએ તો આ વખતે લોકો દુબઈ, બેંગકોક, સિંગાપોર, બાલી, કાઠમંડુ, કુઆલાલંપુર, ટોરોન્ટો, ફુકેટ, દોહા, અબુ ધાબી, લંડન, કોલંબો, ન્યૂયોર્કની મુલાકાત લેવાનું પસંદ કરી રહ્યા છે. જોકે, ગયા વર્ષની સરખામણીમાં આ વખતે પરિવાર સાથે પ્રવાસ કરનારા લોકોની સંખ્યામાં 20 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. ગયા વર્ષની સરખામણીમાં સોલો ટ્રાવેલમાં 10 ટકાનો વધારો થયો છે. મુસાફરીના સરેરાશ સમયગાળા વિશે વાત કરીએ તો, લોકો સ્થાનિકમાં 3થી 5 દિવસ અને આંતરરાષ્ટ્રીયમાં 5થી 8 દિવસનું પ્લાનિંગ કરી રહ્યા છે.
લોકો 2,500થી 7,000નો ખર્ચ કરી રહ્યા છે સ્ટે પાછળ
આ સિવાય આંતરરાષ્ટ્રીય પ્રવાસ માટે ભારતીય લોકોની પસંદગી બાકુ, અલમાટી અને નાગોયા રહી છે. આ સિવાય લક્ઝમબર્ગ, લેંગકાવી અને એન્ટાલ્યા પણ ફેવરિટ ટ્રાવેલ ડેસ્ટિનેશન છે. લગભગ 45 ટકા લોકો હોમસ્ટે બુકિંગ માટે રૂ. 2,500થી રૂ. 7,000નો ખર્ચ કરી રહ્યા છે.
ઉનાળામાં ટ્રાવેલ ઈન્ડસ્ટ્રી માટે સારા સમાચાર
મેક માય ટ્રિપના સ્થાપક અને ગ્રૂપ સીઈઓ રાજેશ મગોએ જણાવ્યું હતું કે, દર વર્ષે ઉનાળાની સિઝન ટ્રાવેલ એન્ડ ટૂરિઝ્મ ઈન્ડસ્ટ્રી માટે સૌથી વ્યસ્ત હોય છે. આ વર્ષે પણ આવો જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જોકે, ગયા વર્ષની સરખામણીમાં આ સિઝનમાં જુદા-જુદા ટ્રાવેલ ડેસ્ટિનેશનના સર્ચમાં વધારો થયો છે. ભવિષ્યમાં પણ આ વધારો જળવાઈ રહેશે તેવી આશા છે.








