Business News: NSEનો મોટો નિર્ણય; Nifty Derivativesના લોટ સાઈઝમાં ફેરફાર
Nifty Derivatives લોટ સાઈઝ થશે 75થી ઘટાડીને 65 National Stock Exchange (NSE) 30, ડિસેમ્બર 2025ન

Nifty Derivatives લોટ સાઈઝ થશે 75થી ઘટાડીને 65
National Stock Exchange (NSE) 30, ડિસેમ્બર 2025ના દિવસના અંતથી Nifty 50 ફયુચર્સ અને ઓપ્શન્સ કોન્ટ્રેક્ટસ માટેની લોટ સાઈઝ 75થી ઘટાડીને 65 કરવાનો નિર્ણય લીધો છે. આ ફેરફારો Securities and Exchange Board of India (SEBI)ની સમયાંતરે સમીક્ષા માટેની માર્ગદર્શિકા મુજબ, ઘણા મુખ્ય ઈન્ડેક્સ Derivatives માટે માર્કેટ લોટ સાઈઝમાં વ્યાપક અપડેટનો એક ભાગ છે. આ ફેરફારો ખાસ કરીને 30, ડિસેમ્બર પછી એક્સપાયર થતા ત્રિમાસિક અને અર્ધ-વાર્ષિક કોન્ટ્રેક્ટસ પર લાગુ થશે. જ્યારે વિકલી અને માસિક કોન્ટ્રેક્ટસ તે તારીખ સુધી હાલના લોટ સાઈઝ સાથે ચાલુ રહેશે.
NSI દ્વારા વિવિધ અન્ય Derivatives Index માટે લોટ સાઈઝમાં ફેરફારો કર્યા છે. જેમાં બેંક Nifty માટે 35થી ઘટાડીને 30, Nifty ફાઈનાન્શિયલ સર્વિસિઝની 65થી ઘટાડીને 60, Nifty Mid Select 140થી ઘટાડીને 120 અને Nifty Next 25 જાળવી રાખવામાં આવી છે.
આ અપડેટેડ લોટ સાઈઝનો તબક્કાવાર અમલ થશે. વિકલી અને માસિક કોન્ટ્રાક્ટસની ફેરફાર કરાયેલા લોટ સાઈઝ જાન્યુઆરી 2026 એક્સપાયરી સાથે અમલ થશે. આ દરમિયાન ત્રિમાસિક અને અર્ધવાર્ષિક કોન્ટ્રેક્ટસ ફેરફારો 30, ડિસેમ્બર 2025થી અમલી બનશે. લોટ સાઈઝમાં ફેરફારા ઉપરાંત NSIએ સ્પષ્ટતા કરી છે કે, કેટલાક કોન્ટ્રેકટ કોમ્બિનેશનને ડે સ્પ્રેડ ઓર્ડર બુક એક્સસ કરવાથી પ્રતિબંધિત કરવામાં આવશે. અસરગ્રસ્ત કોમ્બિનેશનમાં નવેમ્બર 2025, જાન્યુઆરી 2026, ડિસેમ્બર 2025- જાન્યુઆરી 2026 અને ડિસેમ્બર 2025- ફેબુ્રઆરી 2026નો સમાવેશ થાય છે. ટ્રેડરો અને મેમ્બરોને સલાહ આપવામાં આવે છે કે, તેમણે તેમની સ્પ્રેડ ટ્રેડિંગ વ્યુહરચનાઓનું આયોજન કરતી વખતે આ મર્યાદાઓને ધ્યાનમાં લેવી.
સરળ સંક્રમણ સુનિશ્ચિત કરવા માટે, એનએસઈએ તેના ટ્રેડિંગ મેમ્બરોને સૂચના આપી છે કે, તેમણે ત્રિમાસિક અને અર્ધ-વાર્ષિક ડેરિવેટિવ કોન્ટ્રેક્ટસમાં ઓપન પોઝિશન ધરાવતા ગ્રાહકોને લોટ સાઈઝમાં ફેરફાર વિશે સક્રિયપણે જાણ કરે. વધુમાં, તમામ ટ્રેડિંગ સિસ્ટમ્સ અને એપ્લિકેશન્સને નવીનતમ કોન્ટ્રાક્ટ ફાઈલોનો ઉપયોગ કરીને અપડેટ કરવી આવશ્યક છે.






