મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

127 વર્ષ બાદ ગોદરેજ પરિવારનો બિઝનેસ બે ભાગમાં વહેંચાયો, જાણો હવે કોણ સંભાળશે કમાન

લગભગ 127 વર્ષ પહેલા ટ્રેડિંગથી બિઝનેસની શરૂઆત કરનાર ગોદરેજ પરિવારે હવે નવી પેઢીમ

127 વર્ષ બાદ ગોદરેજ પરિવારનો બિઝનેસ બે ભાગમાં વહેંચાયો, જાણો હવે કોણ સંભાળશે કમાન

લગભગ 127 વર્ષ પહેલા ટ્રેડિંગથી બિઝનેસની શરૂઆત કરનાર ગોદરેજ પરિવારે હવે નવી પેઢીમાં બિઝનેસ વહેંચી દીધો છે. વિભાજન બાદ ઘણા નવા ચહેરાઓને ગ્રૂપમાં મહત્ત્વની જવાબદારીઓ મળી છે. આમાં આદિ ગોદરેજ અને નાદિર ગોદરેજ ગ્રૂપની અનેક લોકપ્રિય કંપનીઓની કમાન સંભાળશે. જ્યારે ગ્રૂપની ફ્લેગશિપ કંપની ગોદરેજ એન્ડ બોયસમાં નવા ચહેરાઓ જોવા મળશે.

આ પણ વાંચોઃ શેરબજારની અસ્થિરતામાં સ્મોલકેપના 80% શેરોના ભાવ ગગડ્યા, લાર્જકેપમાં સ્થિરતા યથાવત

વિભાજન બાદ ગોદરેજ ગ્રૂપે શેરબજારમાં જે માહિતી મોકલી છે તે મુજબ, ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ, ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, ગોદરેજ પ્રોપર્ટીઝ, ગોદરેજ પ્રોપર્ટીઝ અને એસ્ટેક લાઇફ સાયન્સીસને મર્જ કરીને બનેલ ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ ગ્રૂપની કમાન આદિ ગોદરેજ અને નાદિર ગોદરેજ પાસે રહેશે. જ્યારે ગોદરેજ એન્ડ બોયસ, જે એન્જિનિયરિંગ, હોમ એપ્લાયન્સિસ, ફર્નિચર, સિક્યોરિટી પ્રોડક્ટ્સ, સિસ્ટમ્સ ફોર એરોસ્પેસ, ઈન્ડસ્ટ્રિયલ લોજિસ્ટિક્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ જેવા સેગમેન્ટ્સમાં કામ કરે છે, તેનું નેતૃત્વ જમશેદ ગોદરેજ અને નાયરિકા હોલ્કર અને તેમનો પરિવાર કરશે. આ તમામ કંપનીઓ ગોદરેજ એન્ટરપ્રાઇઝ ગ્રૂપ હેઠળ આવે છે.

વિભાજન એવું કે જળવાઈ રહેશે સંબંધો

કંપનીનું કહેવું છે કે, વિભાજન એ રીતે કરવામાં આવ્યું છે કે ગોદરેજ પરિવારના લોકો વચ્ચે જે સુમેળ છે તેને જળવાઈ શકે. તેમજ પરિવારના સભ્યોની ભાવનાઓનું ધ્યાન રાખીને વ્યવસાય વધુ અસરકારક રીતે ચલાવી શકાય છે. આ રીતે આગામી દિવસોમાં વેપારને વ્યૂહાત્મક દિશા મળશે. કંપનીઓનું તેમના વેપાર પર ફોકસ વધશે અને નવી પેઢી લાંબાગાળામાં પોતાનું યોગદાન આપી શકશે.

પિરોજશા અને નાયરિકા હશે નવા ચહેરા

આદિ ગોદરેજના દીકરા પિરોજશા ગોદરેજ ટૂંક સમયમાં ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ ગ્રૂપનો નવો ચહેરો બનશે. તેઓ હાલ જૂથના વાઇસ ચેરમેનની જવાબદારી સંભાળશે અને ઓગસ્ટ 2026 સુધી નાદિર ગોદરેજનું સ્થાન લેશે. પિરોજશા ગોદરેજ ગોદરેજની નવી પેઢીનો સૌથી મહત્ત્વનો ચહેરો બનવા જઈ રહ્યો છે. હાલમાં, તેઓ મુખ્યત્ત્વે ગોદરેજ ગ્રૂપના રિયલ એસ્ટેટ બિઝનેસનું ધ્યાન રાખે છે.

પિરોજશા ગોદરેજ સિવાય બીજી બાજુ જોઈએ તો ગોદરેજ એન્ટરપ્રાઈઝ ગ્રૂપનો ભાવિ ચહેરો નાયરિકા હોલ્કર હશે. ગોદરેજ પરિવારની ચોથી પેઢીનો અગ્રણી ચહેરો નાયરિકા હોલ્કર પહેલેથી જ ગોદરેજ એન્ડ બોયસનાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર છે. તેઓ જમશેદ ગોદરેજનાં ભાણેજ છે. તેમનાં માતા સ્મિતા કૃષ્ણાના લગ્ન બિઝનેસમેન વિજય કૃષ્ણ સાથે થયા છે. જ્યારે નાયરિકાએ યશવંત હોલ્કર સાથે લગ્ન કર્યા છે.

આખરે ગોદરેજ ગ્રૂપનો બિઝનેસ કેટલો મોટો છે?

ગોદરેજ ગ્રૂપની અલગ-અલગ કંપનીઓ પર નજર કરીએ તો કુલ 5 કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ છે. તેમનું ટોટલ માર્કેટ કેપિટલાઇઝેશન 2.4 લાખ કરોડ રૂપિયા છે. આમાં સૌથી વધુ કમાણી કરતી કંપની ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ છે જેની માર્કેટ કેપ રૂ. 32,344 કરોડ છે. આ પછી ગોદરેજ કન્ઝ્યુમર છે, જેની માર્કેટ કેપિટલાઇઝેશન 1.2 લાખ કરોડ રૂપિયા છે. નાણાકીય વર્ષ 2023-24માં તેની આવક પણ 13,484 કરોડ રૂપિયા રહી છે. આ ઉપરાંત ગોદરેજ એગ્રોવેટ, ગોદરેજ પ્રોપર્ટીઝ અને એસ્ટેક લાઇફ સાયન્સ પણ છે.

આ સમાચાર શેર કરો