Budget 2026: આર્થિક ગુનાઓમાં હવે જેલના બદલે હવે થશે ફક્ત દંડ, જાણો કયા કયા ગુનાઓને આવરી લેવાયા
કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે રવિવારે (પહેલી ફેબ્રુઆરી) રજૂ કરેલા બજેટમા

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે રવિવારે (પહેલી ફેબ્રુઆરી) રજૂ કરેલા બજેટમાં આર્થિક ગુનાઓ અને આવકવેરા કાયદામાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે. હવે કરદાતાઓએ નાની-મોટી ભૂલો કે આવકવેરાના નિયમોના ભંગ બદલ જેલના સળિયા ગણવા નહીં પડે. સરકારે અનેક આર્થિક ગુનાઓ માટેની જેલની સજાની જોગવાઈ રદ કરી તેની જગ્યાએ માત્ર નાણાકીય દંડ વસૂલવાનો નિર્ણય લીધો છે.
જેલના બદલે હવે માત્ર પેનલ્ટી
આવકવેરા કાયદામાં ખોટા ચોપડાં તૈયાર કરવા, ટીડીએસ અને ટીસીએસ કાપ્યા પછી સરકારમાં જમા ન કરાવવા, ખોટા સ્ટેટમેન્ટ આપવા, જાણીજોઈને ટેક્સની ચોરી કરવી, આવકવેરાનું રિટર્ન સમયસર ન ભરવું, ખોટું રિટર્ન બનાવવામાં મદદગારી કરવી તથા વેરાની રિકવરીથી બચવા માટે મિલકતને ટ્રાન્સફર કરવી, છુપાવવી કે પછી બીજે લઈ જવા જેવા ગુનાઓ કરવા માટે સજા કરવાની જોગવાઈ કાયદામાં કરવામાં આવેલી છે.
આ સજાની જોગવાઈને બદલે હવે કરદાતાને માત્ર રૂપિયામાં પેનલ્ટી ભરીને છૂટી જવાની રાહત નાણાંમંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં રજૂ કરેલા બજેટના માઘ્યમથી કરી આપી હોવાનું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હેમ છાજેડ જણાવે છે. બજેટમાં સજાને બદલે દંડની કરવામાં આવેલી જોગવાઈ નીચે મુજબ છે. દરેક પ્રોવિઝનના અમલીકરણી તારીખ પહેલી માર્ચ અને પહેલી એપ્રિલ નક્કી કરવામાં આવી છે. કરની રકમ આધારે તબક્કાવાર સજા કરવાની જોગવી કરવાં આવી છે.
| કલમ | ગુનાનો સ્વરૂપ | અગાઉની સજા | સુધારેલી સજા |
| ૪૭૩ | સર્ચ અને સીઝર આદેશનું ઉલ્લંઘન | 2 વર્ષ સુધી કઠોર કેદ + દંડ | 2 વર્ષ સુધી સાદી કેદ + દંડ |
| ૪૭૪ | સર્ચ દરમિયાન બુક્સ તપાસની સુવિધા ન આપવી | 2 વર્ષ સુધી કઠોર કેદ + દંડ | 6 મહિના સુધી સાદી કેદ અને/અથવા દંડ |
| ૪૭૫ | વસૂલાતથી બચવા મિલકત છુપાવવી / હસ્તાંતર | 2 વર્ષ સુધી કઠોર કેદ + દંડ | 2 વર્ષ સુધી સાદી કેદ + દંડ |
| ૪૭૬ | નિર્ધારિત કેસમાં TDS જમા ન કરવો | 3 મહિના - 7 વર્ષ કઠોર કેદ + દંડ | આંશિક ગુનામુક્તિ રકમ આધારિત સજા |
| ૪૭૭ | TCS જમા ન કરવો | 3 મહિના -7 વર્ષ કઠોર કેદ + દંડ | કરની રકમ આધારે સજા |
| ૪૭૮ | ઇરાદાપૂર્વક કર / દંડ / વ્યાજ ટાળવું | 7 વર્ષ સુધી કઠોર કેદ + દંડ | રકમ આધારિત સજા, નાના કેસમાં માત્ર દંડ |
| ૪૭૯ | સામાન્ય કેસમાં રિટર્ન ન ભરવું | કેદ + દંડ | નાના કેસમાં માત્ર દંડ |
| ૪૮૦ | સર્ચ કેસમાં રિટર્ન ન ભરવું | કેદ + દંડ | કેદની અવધિ ઘટાડીને સજા |
| ૪૮૧ | બુક્સ રજૂ ન કરવી | ફોજદારી કાર્યવાહી | પાલન ન કરવું |
| ૪૮૨ | ખોટા નિવેદન / ખોટા ખાતાં | ફોજદારી કાર્યવાહી | યુક્તિકૃત સજા |
| ૪૮૩ | ખાતામાં ખોટી એન્ટ્રી (Falsification) | ફોજદારી કાર્યવાહી | યુક્તિકૃત સજા |
| ૪૮૪ | ખોટી રિટર્નમાં મદદ કરવી | ફોજદારી કાર્યવાહી | યુક્તિકૃત સજા |
| ૪૮૫ | બીજો અને ત્યારપછીના ગુનાઓ | વધુ કેદ | મહત્તમ ૩ વર્ષ સુધી મર્યાદિત |
| ૪૯૪ | જાહેર સેવકો દ્વારા માહિતી જાહેર કરવી | ફોજદારી ગુનો | યુક્તિકૃત સજા |






