મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

બેન્ક અને ઓટો શેરોની મજબુતિના ટેકે નિફ્ટી અને સેન્સેક્સ રેકોર્ડ ઉંચાઇએ બંધ

મજબૂત વિદેશી ભંડોળના પ્રવાહ અને એશિયન બજારોમાં વ્યાપકપણે મજબૂત વલણ વચ

બેન્ક અને ઓટો શેરોની મજબુતિના ટેકે નિફ્ટી અને સેન્સેક્સ રેકોર્ડ ઉંચાઇએ બંધ

મજબૂત વિદેશી ભંડોળના પ્રવાહ અને એશિયન બજારોમાં વ્યાપકપણે મજબૂત વલણ વચ્ચે ભારતીય શેરબજારે સતત ત્રીજા દિવસે તેજીનું વલણ ચાલુ રાખ્યું હતું. સેન્સેક્સની જેમ નિફ્ટી પણ 148 પોઈન્ટના ઉછાળા સાથે નવી ટોચે પહોંચ્યો હતો.

30 શેરો ધરાવતો બીએસઇ  સેન્સેક્સ 384.30 પોઈન્ટ અથવા 0.45 ટકાના ઉછાળા સાથે 84,928.61ની સર્વકાલીન ટોચે બંધ રહ્યો હતો. સેન્સેક્સ આજે 84,607.38 અને 84,980.53ની રેન્જમાં ટ્રેડ થયો હતો.

બીજી તરફ, એનએસઇ નિફ્ટી 148.10 પોઈન્ટ અથવા 0.57 ટકાના ઉછાળા સાથે 25,939.05ની વિક્રમી સપાટીએ બંધ રહ્યો હતો. આજે નિફ્ટીએ 25,847.35 અને 25,956.00ની રેન્જમાં ટ્રેડિંગ કર્યું હતું.

સેન્સેક્સના ટોપ ગેઇનર્સ

સેન્સેક્સના 30 શેરોમાંથી 19 શેરો લીલા નિશાનમાં બંધ થયા હતા. મહીન્દ્રા એન્ડ મહીન્દ્રા , એસબીઆઇ, ભારતી એરટેલ, કોટક બેંક અને એચયુએલ સેન્સેક્સમાં ટોપ-5 ગેઇનર્સ હતા. આ સિવાય અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાટા સ્ટીલ, અદાણી પોર્ટ્સ, એનટીપીસી, એચડીએફસી બેન્ક, નેસ્લે ઈન્ડિયા, ટાઈટન, મારુતિ, રિલાયન્સ, આઈટીસી, બજાજ ફાઈનાન્સ, એક્સિસ બેન્ક, ટાટા મોટર્સ અને બજાજ ફિનસર્વના શેરમાં પણ વધારો થયો હતો.

સેન્સેક્સના ટોપ લુઝર્સ

બીજી તરફ સેન્સેક્સના 30માંથી 11 શેર લાલ નિશાનમાં બંધ થયા છે. આઇસીઆઇસીઆઇ બેન્ક, ઇન્ડસઇન્ડ બેન્ક, એશિયન પેઇન્ટ્સ, ટેક મહિન્દ્રા અને એચસીએલ ટેક સેન્સેક્સના ટોપ-5 ગુમાવનારા હતા. આ સિવાય ઈન્ફોસિસ, ટીસીએસ, એલએન્ડટી, પાવર ગ્રીડ, સન ફાર્મા અને જેએસડબલ્યુ સ્ટીલના શેરમાં ઘટાડો નોંધાયો હતો.

જિયોજિત સર્વિસીઝના રીસર્ચ વિભાગના પ્રેસિડેન્ટ વિનોદ નાયરે જણાવ્યું હતું કે, ફેડ દ્વારા વ્યાજ દરોમાં કરવામાં આવેલા ઘટાડાના કારણે ભારતીય શેરબજારોમાં ઉત્સાહની લહેર વ્યાપી ગઇ હતી, તેના પગલે  આજે  સેન્સક્સ નિફ્ટીમાં મજબુતાાઇ જોવા મળી હતી. ઇન્પુટ ખર્ચમાં ઘટાડો અને વૈશ્વિક બેન્કો દ્વારા ઘટાડાની વચ્ચે આરબીઆઇના રૂખમાં ફેરફારની આશાથી મૂલ્યાંકનને સમર્થન મળશે. "ભારતનો પીએમઆઇ  ડેટા નરમ પડ્યો હોવા છતાં, રોકાણકારોને આશા છે કે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ) તરફથી ભંડોળનો પ્રવાહ બજારને ટેકો આપવાનું ચાલુ રાખશે."

વૈશ્વિક બજાર પર એક નજર

એશિયન બજારોમાં, સિઓલ અને શાંઘાઈ લીલા રંગમાં બંધ થયા જ્યારે હોંગકોંગ લાલ નિશાનમાં બંધ થયા. જાપાનમાં સોમવારે રજાના કારણે બજારો બંધ રહ્યા હતા. બપોરના વેપારમાં યુરોપિયન બજારોમાં મિશ્ર વલણ હતું. શુક્રવારે અમેરિકન બજાર મિશ્રિત નોંધ પર બંધ થયા હતા.

છેલ્લા સત્રમાં શેરબજારમાં તોફાની ઉછાળો જોવા મળ્યો હતો

છેલ્લા ટ્રેડિંગ સેશનમાં એટલે કે શુક્રવારે સ્થાનિક શેરબજારમાં તોફાની ઉછાળો જોવા મળ્યો હતો. બેન્ચમાર્ક ઇક્વિટી સૂચકાંકો, BSE સેન્સેક્સ અને એનએસઇ નિફ્ટી 50, અગાઉના સત્રમાં 1 ટકાથી વધુના વધારા સાથે ઐતિહાસિક ઉચ્ચ સ્તરે પહોંચ્યા હતા.

બીએસઇ સેન્સેક્સ 1,359.51 પોઈન્ટ અથવા 1.63 ટકાના ઉછાળા સાથે 84,544.31ની સર્વકાલીન ટોચે બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 375.15 પોઈન્ટ અથવા 1.48 ટકાના વધારા સાથે 25,790.95ની નવી ટોચે બંધ રહ્યો હતો.

આ સમાચાર શેર કરો