કાફે કોફી ડે કંપની વિરુદ્ધ એનસીએલટીએ જારી કર્યા આ આદેશો
કાફે કોફી ડે દેવામાં ડૂબી જવાના કારણે દેવાળું ફૂંકવાના કગાર પર આવી ગઇ છે. નેશનલ કંપપની લો ટ્રિબ્યુન

કાફે કોફી ડે દેવામાં ડૂબી જવાના કારણે દેવાળું ફૂંકવાના કગાર પર આવી ગઇ છે. નેશનલ કંપપની લો ટ્રિબ્યુનલ એટલે કે એનસીએલટીએ આઇડીબીઆઇ ટ્રસ્ટીશિપ સર્વિસીઝ લિમિટેડના રૂ. 228.45 કરોડ રૂપિયાના બાકી લેણા સંદર્ભે પિટિશન સ્વીકાર્યા બાદ રિઝોલ્યુશન પ્રોફેશનલની નિમણુંક કરી છે.
કોફી ડે એન્ટરપ્રાઇઝિસ પર રૂ. 228.45 કરોડની ડિફોલ્ટ
આઇડીબીઆઇ ટ્રસ્ટીશીપ સર્વિસીઝ લિમિટેડ (IDBITSL) દ્વારા કરાયેલી અરજીમાં રૂ. 28.45 કરોડના ડિફોલ્ટનો દાવો કરવામાં આવ્યો હતો અને દેવાથી ડૂબી ગયેલી કંપની કોફી ડે એન્ટરપ્રાઇઝિસની કામગીરી જોવા માટે વચગાળાના રિઝોલ્યુશન પ્રોફેશનલની નિમણૂક કરવામાં આવી હતી.
કોફી ડે એન્ટરપ્રાઇઝિસ એક રિસોર્ટની માલિકી ધરાવે છે અને તેનું સંચાલન કરે છે અને તે કન્સલ્ટન્સી સેવાઓ પૂરી પાડવાના તેમજ કોફી બીન્સના વેપારમાં છે. કંપનીએ રિડીમેબલ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (એનસીડી)ની કૂપન પેમેન્ટમાં ડિફોલ્ટ કર્યું હતું.
શું છે આખો મામલો
આઇડીબીઆઇટીએસએલ એ પ્રાઈવેટ પ્લેસમેન્ટ દ્વારા 1000 એનસીડી સબસ્ક્રાઈબ કર્યા હતા અને માર્ચ 2019 માં સબસ્ક્રિપ્શન માટે રૂ. 100 કરોડ ચૂકવ્યા હતા. આ માટે, આઇડીબીઆઇટીએસએલ એ કોફી ડે એન્ટરપ્રાઇઝિસ સાથે પણ કરાર કર્યો હતો અને ડિબેન્ચર ધારકો માટે તેમને ડિબેન્ચર ટ્રસ્ટી તરીકે નિયુક્ત કરવા સંમત થયા હતા. કોફી ડે એન્ટરપ્રાઇઝિસે સપ્ટેમ્બર 2019 અને જૂન 2020 વચ્ચેની કેટલીક તારીખો પર કૂપનની ચૂકવણી કરવાનું ચૂકી ગયું. આ પછી, ડિબેન્ચર ટ્રસ્ટીએ, તમામ ડિબેન્ચર ધારકો વતી, 28 જુલાઈ 2020 ના રોજ કંપનીને ડિફોલ્ટ નોટિસ જારી કરી અને એનસીએલટીનો સંપર્ક કર્યો.






