મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

મુકેશ અંબાણી સ્ટોક માર્કેટના સુપરસ્ટાર રોકાણકારોની યાદીમાં જોડાયા, જાણો તેમનો પોર્ટફોલિયો અને નેટવર્થ 

ભારતના દિગ્ગજ બિઝનેસમેન અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણી ભારતના દિગ્ગજ રોકાણકારો

મુકેશ અંબાણી સ્ટોક માર્કેટના સુપરસ્ટાર રોકાણકારોની યાદીમાં જોડાયા, જાણો તેમનો પોર્ટફોલિયો અને નેટવર્થ 

ભારતના દિગ્ગજ બિઝનેસમેન અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણી ભારતના દિગ્ગજ રોકાણકારોની યાદીમાં સામેલ થઇ ગયા છે. મુકેશ અંબાણી અને પરિવારનો પોર્ટફોલિયો અને હોલ્ડિંગ હવે સુપરસ્ટાર પોર્ટફોલિયોમાં સામેલ કરવામાં આવી રહ્યો છે. ભારતના સૌથી અમીર વ્યક્તિના સ્થાન પર રહેલા મુકેશ અંબાણી અમીરોની વૈશ્વિક યાદીમાં 11મા નંબરે છે. સ્ટોક એક્સચેન્જને આપવામાં આવેલી માહિતી અનુસાર, કોર્પોરેટ શેર હોલ્ડિંગ પેટર્નના ડેટા અનુસાર, મુકેશ અંબાણી અને પરિવાર જાહેરમાં બે શેર ધરાવે છે અને તેમની નેટવર્થ 4.059 લાખ કરોડ રૂપિયા છે.

હાલમાં બે કંપનીઓના શેર

મુકેશ અંબાણી અને પરિવાર પાસે રહેલા શેર વિશે સ્ટોક એક્સચેન્જને માહિતી આપવામાં આવી છે. જો કે, ગયા નાણાકીય વર્ષના માર્ચ ક્વાર્ટરના ડેટામાં, મુકેશ અંબાણીએ રોકાણ કરેલી કંપનીઓની સૂચિમાં વધુ કંપનીઓ સામેલ થઈ શકે છે કારણ કે અત્યાર સુધી તમામ કંપનીઓએ સ્ટોક એક્સચેન્જને તેમની શેરહોલ્ડિંગ પેટર્ન વિશે જાણ કરી નથી.

મુકેશ અંબાણી માર્ચ 2024 ક્વાર્ટરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના 19 ટકા શેર ધરાવે છે. ભારતના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પાસે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના 12.56 અબજ શેર છે અને તેની હોલ્ડિંગ વેલ્યુ રૂ. 3.7 લાખ કરોડ છે. આ સાથે ગત નાણાકીય વર્ષના માર્ચ ક્વાર્ટરમાં, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણીએ Jio ફાયનાન્સિયલ સર્વિસિસમાં 19.8 ટકા હિસ્સો રાખ્યો હતો અને તેમની પાસે 12.56 અબજ શેર હતા, જેની હોલ્ડિંગ વેલ્યુ 45,493 કરોડ રૂપિયા છે.

જીઓના શેરમાં કોઈ ફેરફાર થયો નથી

જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસમાં મુકેશ અંબાણીની હિસ્સેદારી શેરબજારમાં લિસ્ટિંગ બાદ તે જ સ્તરે રહી છે. જો આપણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ વિશે વાત કરીએ તો મુકેશ અંબાણીએ માર્ચ 2023ના ક્વાર્ટરમાં 19.1 ટકા શેરો રાખ્યા હતા, જે જૂન 2023ના ક્વાર્ટરમાં ઘટીને 19 ટકા થઈ ગયા હતા અને ત્યારથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં મુકેશ અંબાણી અને પરિવારનો હિસ્સો યથાવત છે.

આ સમાચાર શેર કરો