મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

LPG Price: દેશમાં કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં આટલો ઘટાડો થયો, શુક્રવારથી થશે અમલ, જાણો નવો ભાવ

LPG Price: ઓઈલ

LPG Price: દેશમાં કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં આટલો ઘટાડો થયો, શુક્રવારથી થશે અમલ, જાણો નવો ભાવ

LPG Price: ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ફરી એકવાર કોમર્શિયલ LPG ગૅસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કર્યો છે. આ વખતે 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં 33.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે જે આવતીકાલ(1 ઓગસ્ટ)થી અમલમાં આવશે. દિલ્હીમાં 1 ઓગસ્ટથી 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરનો છૂટક વેચાણ ભાવ 1631.50 રૂપિયા થશે. 14.2 કિલોગ્રામના ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.

 ઘટાડા પછી મુંબઈ, કોલકાતા, ચેન્નાઈમાં નવી કિંમત શું હશે

આ નવા ઘટાડા પછી, પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમત 1769.00 રૂપિયાથી ઘટીને 1735.50 રૂપિયા, મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં 1616.50 રૂપિયાથી ઘટીને 1583.00 રૂપિયા અને તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં 1823.50 રૂપિયાથી ઘટીને 1790 રૂપિયા થઈ જશે. તમને જણાવી દઈએ કે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આ વર્ષે 8 માંથી 7 વખત કોમર્શિયલ ગૅસ સિલિન્ડરના ભાવ ઘટાડ્યા છે, જ્યારે માર્ચમાં એક વખત ભાવ વધારવામાં આવ્યા હતા. આ વખતે માર્ચ પછી સતત 5મી વખત કોમર્શિયલ ગૅસ સિલિન્ડરના ભાવ ઘટાડવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો