Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Adani: Adani Enterprises' profit jumps by 49.5 percent: Revenue up 10 percent

Adani: અદાણી એન્ટરપ્રાઈઝના નફામાં 49.5 ટકાનું ગાબડું: આવક 10 ટકા વધી

Timeછેલ્લું અપડેટ : 31 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Adani: અદાણી એન્ટરપ્રાઈઝના નફામાં 49.5 ટકાનું ગાબડું: આવક 10 ટકા વધી
સોર્સ : Google

Adani: અદાણી ગૃપની કંપની  અદાણી એન્ટરપ્રાઈઝ કંપનીએ નાણાકીય વર્ષ-2025-26 (Q1 FY26)ના પ્રથમ ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ આ ક્વાર્ટરમાં રૂપિયા 734.41 કરોડનો ચોખ્ખો નફો (માલિકોને ફાળવેલ) નોંધાવ્યો છે, જે 49.5 ટકાનો મોટો ઘટાડો છે, જ્યારે ગયા વર્ષે સમાન ક્વાર્ટરમાં કંપનીએ રૂપિયા 1,454.50 કરોડનો નફો નોંધાવ્યો હતો.

App Store

ક્વાર્ટર-દર-ક્વાર્ટરના આધારે, નફામાં 80 ટકાથી વધુનો ઘટાડો થયો છે. આનું એક મુખ્ય કારણ પાછલા ક્વાર્ટર (2025ના ચોથા ક્વાર્ટર)માં રૂપિયા 3,286 કરોડનો અપવાદરૂપ વધારો હતો, જેમાં તે સમયે નફામાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો.

જોકે, કંપનીની એકીકૃત આવકમાં વધારો નોંધાયો છે. નાણાકીય વર્ષ-26ના પહેલા ક્વાર્ટરમાં અદાણી એન્ટરપ્રાઇઝની કુલ આવક રૂપિયા 27,961 કરોડ હતી, જે ગયા વર્ષના સમાન સમયગાળાના રૂપિયા 25,472 કરોડ કરતા 9.7 ટકા વધુ છે. ત્રિમાસિક-દર-ક્વાર્ટર આવકમાં પણ 3.6 ટકાનો વધારો થયો છે.