Sensex today: સેન્સેક્સ 296 પોઈન્ટ ઘટ્યો, જ્યારે નિફ્ટી 24,800ના સ્તરથી નીચે બંધ થયો

Sensex today: ગુરુવારે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ અને નિફ્ટી-50 બંને બેન્ચમાર્ક સૂચકાંકો લાલ નિશાનમાં બંધ થયા. એક તરફ, સેન્સેક્સમાં 296 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો અને નિફ્ટી 50માં 87 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો.
ગુરુવારે સવારે, સેન્સેક્સ 80,695 પર ખુલ્યો અને દિવસના અંત સુધીમાં, તે 0.36 ટકાના ઘટાડા સાથે 81,185 પર બંધ થયો. બીજી તરફ, નિફ્ટી-50 ગુરુવારે સવારે 24,642 પર ખુલ્યો અને દિવસના અંત સુધીમાં, તે 0.35 ટકાના ઘટાડા સાથે 24,768 પર બંધ થયો.
બેન્ચમાર્ક ઈન્ડેક્સ ઉપરાંત, મિડકેપ ઇન્ડેક્સ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં પણ ઘટાડો જોવા મળ્યો. એક તરફ, મિડકેપ ઇન્ડેક્સ 0.70 ટકા ઘટ્યો અને સ્મોલકેપ ઇન્ડેક્સ 0.85 ટકા ઘટ્યો.
ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર્સ
નિફ્ટી-50ના ટોપ ગેનર્સની વાત કરવામાં આવે તો એમાં સૌથી ટોચ પર હિન્દુસ્તાન યુનિલિવરનો શેર હતો. તેના ભાવમાં ત્રણ ટકાનો વધારો થયો હતો. ત્યારબાદ જિયો ફાયનાન્સિયલ સર્વિસમાં 2.8 ટકા, ઈટરનલમાં 1.44 ટકા, આઇટીસીમાં 1.07 ટકા અને જેએસડબલ્યુ સ્ટીલમાં 1.01 ટકાનો વધારો નોંધાયો હતો.
નિફ્ટીના ટોપ લૂઝર્સમાં સૌથી વધારે નુકસાન અદાણી એન્ટરપ્રાઇઝના શેરને થયું હતું, તેમાં ચાર ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. આ પછી, ટાટા સ્ટીલ 2.12 ટકા, ડૉ. રેડ્ડીઝ 1.69 ટકા, સન ફાર્મા 1.57 ટકા, અદાણી પોર્ટ્સ 1.5 ટકા ઘટ્યા.
સેક્ટરલ ઈન્ડેક્સની સ્થિતિ
ઘટાડાવાળા બજારમાં, કેટલાક ક્ષેત્રો એવા હતા જે લીલા નિશાન પર બંધ થયા હતા. આમાં નિફ્ટી એફએમસી જી સૌથી વધુ વધ્યો, જેમાં 1 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો. ઉપરાંત, નિફ્ટી ઇન્ડિયા કન્ઝ્યુમર અને નિફ્ટી ઇન્ડિયા ટુરિઝમમાં અનુક્રમે 0.33 ટકા અને 0.29 ટકાનો ઘટાડો જોવા મળ્યો.
સૌથી મોટો ઘટાડો નિફ્ટી ઓઇલ એન્ડ ગૅસમાં થયો હતો, જે 1.48 ટકા ઘટ્યો હતો. ત્યારબાદ નિફ્ટી કેપિટલ માર્કેટમાં 1.42 ટકા, નિફ્ટી ફાર્મામાં 1.31 ટકા, નિફ્ટી મેટલમાં 1.22 ટકા અને નિફ્ટી ઇન્ફ્રામાં 0.93 ટકાનો ઘટાડો થયો હતો.

