એક ડાયમંડ વેપારી તો બીજાને હેલ્થકેરનો બિઝનેસ...જાણો મુકેશ અંબાણીના ત્રણેય વેવાઈ પાસે છે કેટલી સંપત્તિ?
એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના ઘરે શરણાઈ વાગવાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. 12 જુલાઈ,

એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના ઘરે શરણાઈ વાગવાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. 12 જુલાઈ, 2024ના રોજ, તેમનો નાનો દીકરો અનંત અંબાણી તેની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. મામેરુ અને સંગીત બાદ સોમવારે અંબાણી પરિવારમાં મહેંદી અને હલ્દી સેરેમની શરૂ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, મુકેશ અંબાણીના બંને વેવાઈની જેમ તેમના ત્રીજા વેવાઈ પણ ખૂબ અમીર છે. તેમનું હેલ્થકેર ક્ષેત્રમાં મોટું નામ છે. ચાલો જાણીએ શું કરે છે રાધિકાના પિતા...
વિરેન મર્ચન્ટ પણ આગળ છે રઈસીમાં
મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી એક હેલ્થકેર કંપની ચલાવતા વીરેન મર્ચન્ટની દીકરી રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. અંબાણીના ત્રીજા વેવાઈ બનવા જઈ રહેલા વિરેન મર્ચન્ટ પણ સંપત્તિમાં આગળ છે અને હેલ્થકેર કંપની એન્કોરના સીઈઓ છે. જો રિપોર્ટ્સનું માનીએ તો 2,000 કરોડ રૂપિયાની આ કંપની ચલાવતા રાધિકાના પિતાની કુલ નેટવર્થ લગભગ 755 કરોડ રૂપિયા છે. અંબાણી પરિવારની વહુ બનવા જઈ રહેલી રાધિકા મર્ચન્ટ પણ તેના પિતાના બિઝનેસમાં મદદ કરે છે.
ઈશા અંબાણીના સસરા છે અજય પિરામલ
મુકેશ અંબાણીના વેવાઈ અને ઈશા અંબાણીના સસરા પાસે પણ અપાર સંપત્તિ છે. ઈશાના સસરા અજય પિરામલ છે, જેમનું પિરામલ ગ્રૂપ દેશના સૌથી મોટા કોર્પોરેટ ગ્રૂપમાં સામેલ છે. ફાર્મા, હેલ્થકેર અને ફાઇનાન્શિયલ સર્વિસીસમાં બિઝનેસ કરતા પિરામલ ગ્રૂપની વિશ્વના 30 દેશોમાં શાખાઓ છે. અજય પિરામલ ઉપરાંત તેમની પત્ની સ્વાતિ પિરામલ પિરામલ બોર્ડમાં વાઇસ ચેરપર્સન છે. દીકરી નંદિની અને દીકરો આનંદ પિરામલ (ઈશાના પતિ) પણ બોર્ડ મેમ્બર્સમાં સામેલ છે. ફોર્બ્સ અનુસાર, અજય પિરામલની કુલ સંપત્તિ 3 બિલિયન ડૉલર (લગભગ 25,051 કરોડ રૂપિયા) છે.
હીરાના વેપારી છે મુકેશ અંબાણીના આ વેવાઈ
હવે વાત કરીએ મુકેશ અંબાણીના મોટા દીકરા આકાશ અંબાણીના સસરા રસેલ અરુણ મહેતાની તો ઉલ્લેખનીય છે કે, 9 માર્ચ 2019ના રોજ આકાશ અંબાણીના લગ્ન તેમની દીકરી શ્લોકા મહેતા સાથે થયા હતા. રસેલ મહેતાની ગણતરી દેશના મોટા હીરા ઉદ્યોગપતિઓમાં થાય છે અને તેમની કંપની રોઝી બ્લુનો બિઝનેસ ઘણા દેશોમાં ફેલાયેલો છે. આ કંપની વિશ્વની ટોચની ડાયમંડ કંપનીઓમાં સામેલ છે. માત્ર ભારતમાં જ 26 શહેરોમાં તેમના 36થી વધુ સ્ટોર્સ છે. રિપોર્ટ્સ અનુસાર તેમની કુલ સંપત્તિ 1800 કરોડ રૂપિયાથી વધુ છે. એક અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ 2018-19માં રસેલ અરુણ મહેતાની કુલ સંપત્તિ 3,000 કરોડ રૂપિયાની આસપાસ હતી.
વિશ્વના ટોચના અમીરોમાં સ્થાન ધરાવે છે મુકેશ અંબાણી
મુકેશ અંબાણીના ત્રણેય વેવાઈ પાસે અપાર સંપત્તિ હોવા છતાં ઈશા અંબાણીના સસરા અજય પિરામલ સંપત્તિના મામલામાં આગળ છે. રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીની નેટવર્થ વિશે વાત કરીએ તો, બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 120 અબજ ડોલર છે. આ આંકડા સાથે તેઓ વિશ્વના 11મા અને એશિયાના સૌથી અમીર વ્યક્તિ છે. આ વર્ષે 2024 સુધીમાં મુકેશ અંબાણીની નેટવર્થમાં 23 અબજ ડોલરથી વધુનો વધારો થયો છે.








