ગ્રે માર્કેટમાંથી બમ્પર લિસ્ટીંગના સંકેત મળતા રોકાણકારોએ આ IPO 1057 ગણો છલકાવી દીધો
હેમ્પ્સ બાયો લિમિટેડનો આઇપીઓ રૂ. 6.22 કરોડનો ફિક્સ પ્રાઇસ ઇશ્યૂ છે, જે 12.20 લાખ શેરનો સંપૂર્ણપણે ફ્રેશ ઇશ

હેમ્પ્સ બાયો લિમિટેડનો આઇપીઓ રૂ. 6.22 કરોડનો ફિક્સ પ્રાઇસ ઇશ્યૂ છે, જે 12.20 લાખ શેરનો સંપૂર્ણપણે ફ્રેશ ઇશ્યૂ છે. તે 13મી ડિસેમ્બરે સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્યો હતો અને 17મી ડિસેમ્બરે બંધ થયો હતો.
શેરની ફાળવણીને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે અને તે 20મી ડિસેમ્બરે બીએસઇ એસએમઇ પર લિસ્ટ થશે. હેમ્પ્સ બાયો આઈપીઓની કિંમત શેર દીઠ રૂ. 51 છે. બજાર વિશ્લેષકોના મતે, અનલિસ્ટેડ માર્કેટમાં હેમ્પ્સ બાયોના એસએમઇ આઇપીઓનું ગ્રે માર્કેટ પ્રિમિયમ રૂ. 55 છે, જે કેપ પ્રાઇસ કરતાં 107.8 ટકા વધુ છે.
તેના આધારે, અંદાજિત લિસ્ટિંગ કિંમત રૂ. 106 હોઈ શકે છે, જોકે મહત્તમ પ્રીમિયમ રૂ. 90 હશે, પરંતુ એવું લાગે છે કે રોકાણકારોને મોટો નફો મળી શકે છે, જો કે ગ્રે માર્કેટ પ્રિમિયમ માત્ર એક સૂચક છે અને તે ઝડપી વધઘટને આધીન છે.
આ પણ વાંચો : પતિ પણ માંગી શકે છે ખાધા ખોરાકી, બાળકથી માંડી સંપત્તિ સુધી પુરુષો પાસે છે આ ખાસ અધિકાર
રૂ 55 પણ આ ઈસ્યુનું ઉચ્ચતમ ગ્રે માર્કેટ પ્રિમિયમ છે. ઈશ્યુ ઓપનિંગના દિવસે જીએમપી રૂ. 35 હતો, જે બંધના દિવસે વધીને રૂ. 55 થયો અને ત્યારથી તે સ્થિર છે. હેમ્પ્સ બાયો લિમિટેડના આઇપીઓને બમ્પર સબ્સ્ક્રિપ્શન મળ્યું. તે કુલ 1057 ગણું સબ્સ્ક્રાઇબ થયું હતું. રિટેલ કેટેગરીમાં 1342.04 ગણું અને એનઆઇઆઇ કેટેગરીમાં 758.27 ગણું સબસ્ક્રિપ્શન પ્રાપ્ત થયું હતું.
હેમ્પ્સ બાયો લિમિટેડ ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો જેમ કે ગોળીઓ, સિરપ, કેપ્સ્યુલ્સ, ઇન્જેક્શન, તેલ અને ન્યટ્રિશન સપ્લીમેન્ટ્સના માર્કેટિંગ અને વિતરણમાં રોકાયેલ છે. કંપની એમેઝોન (યુએસ, કેનેડા, ઇયુ), ફ્લિપકાર્ટ અને જિયો માર્ટ સહિત 50થી વધુ વિતરકો અને ઇ-કોમર્સ પ્લેટફોર્મના નેટવર્ક દ્વારા તેના ઉત્પાદનોનું વિતરણ કરે છે.
તેમની ફાર્મા પ્રોડક્ટ્સ 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વેચાય છે, જ્યારે ફ્રીઝ-ડ્રાઈ અને ફ્રોઝન પ્રોડક્ટ્સ 6 દેશો અને 22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પહોંચે છે. નાણાકીય વર્ષ 24માં, કંપનીની આવક રૂ. 6.50 કરોડ હતી અને કર પછીનો નફો રૂ. 50.07 લાખ હતો. વર્તમાન નાણાકીય વર્ષમાં 31 ઓક્ટોબર 2024 સુધી કંપનીની આવક રૂ. 4.36 કરોડ છે અને કર પછીનો નફો રૂ. 34.08 લાખ છે.
કંપની આ ઈસ્યુમાંથી મળનારી આવકનો ઉપયોગ એફએમસીજી વિભાગ માટે પ્લાન્ટ અને મશીનરી ખરીદવા, બ્રાન્ડ વિઝિબિલિટી અને જાગરૂકતા વધારવા અને સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશ્યોને પૂર્ણ કરવા માટે કરશે.
મારવાડી ચંદ્રાના ઈન્ટરમીડિયરીઝ બ્રોકર્સ પ્રાઈવેટ લિમિટેડ હેમ્પ્સ બાયો આઈપીઓના બુક રનિંગ લીડ મેનેજર છે. બિગશેર સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડ આ ઈસ્યુના રજીસ્ટ્રાર છે.








