Hurun Rich List 2025: શાહરૂખની પહેલીવાર અબજોપતિ ક્લબમાં એન્ટ્રી, જુહી ચાવલા ટોચની ધનિક અભિનેત્રી
હુરુન રિચ લિસ્ટ 2025: હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટમાં સામેલ અબજોપતિઓની

હુરુન રિચ લિસ્ટ 2025: હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટમાં સામેલ અબજોપતિઓની કુલ સંપત્તિ 167 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે, જે ભારતના કુલ ઘરેલુ ઉત્પાદન (GDP)નો લગભગ અડધો ભાગ છે. આમાં રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ એકવાર ફરીથી નંબર-1 સ્થાન પર કબજો જમાવ્યો છે.
ભારત હવે અબજોપતિઓનું નવું હબ બની રહ્યું છે અને દેશમાં શ્રીમંતોની સંખ્યામાં દર વર્ષે નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. M3M હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2025 જાહેર કરવામાં આવી છે અને તેના અનુસાર, ભારતીય અબજોપતિઓની સંખ્યા વધીને 350થી વધુ થઈ ગઈ છે. ખાસ વાત એ છે કે સૌથી શ્રીમંતોની રેન્કિંગમાં એકવાર ફરીથી મુકેશ અંબાણી (Mukesh Ambani)નું વર્ચસ્વ જોવા મળ્યું છે અને આ વખતે પણ તેઓ નંબર-1ની ગાદી પર બિરાજમાન છે. ખાસ વાત એ છે કે બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાન પહેલીવાર બિલિયોનેર્સ ક્લબમાં સામેલ થયા છે.
13 વર્ષમાં અબજોપતિઓની સંખ્યા છ ગણી વધી
ભારતમાં નવા અબજોપતિઓની સંખ્યા ઝડપથી વધી રહી છે અને આ વધારો સતત ચાલુ છે. હવે ભારતમાં 350થી વધુ અબજોપતિ છે અને આ આંકડો છેલ્લા 13 વર્ષમાં છ ગણાથી વધુ વધી ગયો છે. જણાવી દઈએ કે M3M હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2025માં સામેલ અબજોપતિઓની કુલ સંપત્તિ 167 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે, જે ભારતના કુલ ઘરેલુ ઉત્પાદન (GDP)નો લગભગ અડધો ભાગ છે.
આ છે દેશના ટોપ 3 અબજોપતિ
હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ-2025 અનુસાર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમના પરિવારની કુલ નેટવર્થ 9.55 લાખ કરોડ રૂપિયા આંકવામાં આવી છે અને આ સંપત્તિના આંકડા સાથે તેમણે ફરીથી ભારતના સૌથી શ્રીમંત વ્યક્તિનું બિરુદ મેળવ્યું છે. બીજી તરફ, ગૌતમ અદાણી અને તેમના પરિવારની 8.15 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે બીજા સ્થાને છે.
યાદીમાં ત્રીજા નંબરે રોશની નાદર મલ્હોત્રાને રાખવામાં આવ્યા છે, જેમની સંપત્તિ 2.84 લાખ કરોડ રૂપિયા છે. જણાવી દઈએ કે તેઓ આ યાદીમાં અત્યાર સુધીની સૌથી ઉચ્ચ રેન્કિંગવાળી મહિલા અબજોપતિ બની છે અને પહેલીવાર ટોચના 3માં પ્રવેશ કરીને ભારતની સૌથી શ્રીમંત મહિલા તરીકે ઇતિહાસ રચ્યો છે.
શ્રીમંતોની આ યાદીમાં શાહરૂખ ખાનની એન્ટ્રી
2025ની શ્રીમંતોની યાદીમાં પરપ્લેક્સિટીના સ્થાપક 31 વર્ષીય અરવિંદ શ્રીનિવાસ 21,190 કરોડ રૂપિયાની નેટવર્થ સાથે ભારતના સૌથી યુવા અબજોપતિ બન્યા છે. બીજી તરફ, બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન પણ પહેલીવાર આ યાદીમાં સામેલ થયા છે અને 12,490 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે ભારતના ટોચના અબજોપતિઓના ક્લબમાં જોડાયા છે.






