Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Indian cricket team's schedule for rest of the 2025

Team India / 4 ટેસ્ટ, 6 ODI અને 10 T20, એશિયા કપ બાદ હવે આ ત્રણ ટીમ સામે ટકરાશે ભારત; જાણો શેડ્યૂલ

Timeછેલ્લું અપડેટ : 30 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Team India / 4 ટેસ્ટ, 6 ODI અને 10 T20, એશિયા કપ બાદ હવે આ ત્રણ ટીમ સામે ટકરાશે ભારત; જાણો શેડ્યૂલ
સોર્સ : Google

કેપ્ટન સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ભારતીય ટીમ અજેય રહી અને T20 એશિયા કપ 2025નો ખિતાબ જીત્યો. રવિવારે દુબઈમાં રમાયેલી ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 5 વિકેટથી હરાવીને નવમી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો. ફાઈનલમાં તિલક વર્મા ભારતના વિજયના હીરો હતો, તેણે અણનમ રહીને ટીમને જીત સુધી પહોંચાડી હતી.

App Store

એશિયા કપ 2025 પછી, આ વર્ષના બાકીના મહિનાઓમાં ભારતીય ક્રિકેટ ટીમનું શેડ્યૂલ ખૂબ જ ટાઈટ રહેવાનું છે. આ સમયગાળા દરમિયાન, ભારત લગભગ ત્રણ મહિનામાં 4 ટેસ્ટ, 6 ODI અને 10 T20 મેચ રમશે.

એશિયા કપ પછી, ભારતીય ટીમ સૌપ્રથમ રેડ-બોલ ક્રિકેટમાં વેસ્ટ ઈન્ડીઝનો સામનો કરશે. આ બે ટેસ્ટ મેચની સિરીઝ પછી, ભારતીય ટીમ વ્હાઈટ બોલ સિરીઝ માટે ઓસ્ટ્રેલિયા જશે, જ્યાં તે 3 ODI અને 5 T20 મેચ રમશે. ઓસ્ટ્રેલિયાથી પરત ફર્યા બાદ, ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામે 2 ટેસ્ટ, 3 ODI અને 5 T20 મેચની સિરીઝ રમશે.

આવતા વર્ષના T20 વર્લ્ડ કપની તૈયારીમાં ભારતીય ટીમ પડકારજનક પરિસ્થિતિઓનો સામનો કરતી રહેશે. ટીમ મેનેજમેન્ટ 2027 ODI વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ODI ટીમ તૈયાર કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે.

RO-KOના ફેન્સને સારા સમાચાર

આ દરમિયાન વધુ મહત્ત્વની વાત એ છે કે, રોહિત શર્મા અને વિરાટ કોહલી (RO-KO) ના ફેન્સને પણ આગામી ત્રણ મહિનામાં સારા સમાચાર મળશે. ટેસ્ટ અને T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી બંને દિગ્ગજ હવે ફક્ત ODI ક્રિકેટ રમશે. RO-KOના ફેન્સ તેમના મેદાનમાં પાછા ફરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ વર્ષે માર્ચમાં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ પછી બંને ખેલાડીઓ ભારતીય જર્સીમાં નથી રમ્યા. જોકે, રોહિત અને વિરાટ IPLમાં રમ્યા હતા. પરંતુ ઓસ્ટ્રેલિયા સામેની ODI સિરીઝમાં લાંબા અંતરાલ પછી બંને ખેલાડીઓ ભારતીય જર્સીમાં જોવા મળશે

વેસ્ટ ઈન્ડીઝ ટેસ્ટ સિરીઝ

  • પ્રથમ ટેસ્ટ - 2-6 ઓક્ટોબર, અમદાવાદ (નરેન્દ્ર મોદી સ્ટેડિયમ)
  • બીજી ટેસ્ટ - 10-14 ઓક્ટોબર, દિલ્હી (અરુણ જેટલી સ્ટેડિયમ)

ઓસ્ટ્રેલિયા પ્રવાસ

  • પ્રથમ ODI - 19 ઓક્ટોબર, પર્થ (ઓપ્ટસ સ્ટેડિયમ)
  • બીજી ODI - 23 ઓક્ટોબર, એડિલેડ (એડિલેડ ઓવલ)
  • ત્રીજી ODI - 25 ઓક્ટોબર, સિડની (સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ)
  • પ્રથમ T20 - 29 ઓક્ટોબર, કેનબેરા (મનુકા ઓવલ)
  • બીજી T20 - 31 ઓક્ટોબર, મેલબોર્ન (મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ)
  • ત્રીજી T20 - 2 નવેમ્બર, હોબાર્ટ (નીન્જા સ્ટેડિયમ)
  • ચોથી T20 - 6 નવેમ્બર, ગોલ્ડ કોસ્ટ (હેરિટેજ બેંક સ્ટેડિયમ)
  • પાંચમી T20 - 8 નવેમ્બર, બ્રિસ્બેન (ગાબ્બા)

સાઉથ આફ્રિકા સામે હોમ સિરીઝ

  • પ્રથમ ટેસ્ટ - 14-18 નવેમ્બર, કોલકાતા (ઈડન ગાર્ડન)
  • બીજી ટેસ્ટ - 22-26 નવેમ્બર, ગુવાહાટી (બરસાપારા સ્ટેડિયમ)
  • પ્રથમ ODI - 30 નવેમ્બર, રાંચી (JSCA ક્રિકેટ સ્ટેડિયમ)
  • બીજી ODI - 3 ડિસેમ્બર, ન્યુ રાયપુર (શહીદ વિજય નારાયણ સિંહ સ્ટેડિયમ)
  • ત્રીજી ODI - 6 ડિસેમ્બર, વિશાખાપટ્ટનમ (ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમ)
  • પ્રથમ T20 - 9 ડિસેમ્બર, કટક (બારાબાતી સ્ટેડિયમ)
  • બીજી T20 - 11 ડિસેમ્બર, ન્યૂ ચંદીગઢ (મોહાલી PCA સ્ટેડિયમ)
  • ત્રીજી T20 - 14 ડિસેમ્બર, ધર્મશાલા (HPCA સ્ટેડિયમ)
  • ચોથી T20 - 17 ડિસેમ્બર, લખનૌ (એકાના ક્રિકેટ સ્ટેડિયમ)
  • પાંચમી T20 - 19 ડિસેમ્બર, અમદાવાદ (નરેન્દ્ર મોદી સ્ટેડિયમ)