VIDEO / ચેમ્પિયન બન્યા પછી સૂર્યકુમાર યાદવે ટ્રોફી વગર કર્યું સેલિબ્રેશન, ફેન્સને આવી રોહિત શર્માની યાદ

ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ 2025ની ફાઈનલમાં એક રોમાંચક મુકાબલો રમાયો હતો. પહેલા બેટિંગ કરતા, પાકિસ્તાન તેની સંપૂર્ણ 20 ઓવર પણ ન રમી શક્યું, 19.1 ઓવરમાં 146 રનમાં ઓલઆઉટ થઈ ગયું. જવાબમાં, ભારતીય ટીમે 2 બોલ બાકી રહેતા 5 વિકેટ ગુમાવીને 147 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો.
ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બન્યા પછી પાકિસ્તાની ફેન્સ નિરાશ થયા હતા, પરંતુ ભારતીય ફેન્સ ટીમ ઈન્ડિયાની ટ્રોફી ઉપાડવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જોકે, ઘણા વિલંબ પછી પણ, ટીમ ઈન્ડિયાને ટ્રોફી નહતી મળી કારણ કે ભારતીય ખેલાડીઓ મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવા તૈયાર નહતા. નકવી પોડિયમ પર ભારતીય ખેલાડીઓના આવવાની રાહ જોતા હતા, પરંતુ કોઈ ન આવ્યું. આખરે, ટીમ ઈન્ડિયાને ટ્રોફી ન આપવામાં આવી, કારણ કે નકવી ટ્રોફી અને મેડલ પોતાની સાથે તેમની હોટલ લઈ ગયા હતા. જોકે, આનાથી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને કોઈ અસર ન થઈ, અને તેઓએ ટ્રોફી વિના જ પોતાની જીતની સેલિબ્રેટ કરી, જેનો એક વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
સૂર્યાએ રોહિતના સેલિબ્રેશનની નકલ કરી
સૂર્યકુમાર યાદવે એવી જ રીતે સેલિબ્રેશન કર્યું જે રીતે 2024માં T20 વર્લ્ડ કપ જીત્યા પછી રોહિત શર્માએ કર્યું હતું. ફેન્સને તે સમયે રોહિતની સ્ટાઇલ ખૂબ ગમતી હતી. એશિયા કપમાં સૂર્યા તેની નકલ કરીને રોહિતની કેપ્ટનશિપ હેઠળ વર્લ્ડ કપ જીતની યાદો તાજી કરી દીધી. ટ્રોફી ઉપાડ્યા વિના ટીમ ઈન્ડિયા સાથે એશિયા કપ જીતવાનું સૂર્યાનું આ સેલિબ્રેશન હવે સોશિયલ મીડિયા પર હેડલાઈન્સમાં છે.
સૂર્યકુમાર યાદવે 2021માં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યુ કર્યું હતું, અને હવે, તેની કેપ્ટનશિપ હેઠળ, ટીમ ઈન્ડિયા સતત ઈતિહાસ રચી રહી છે. આ બતાવે છે કે સૂર્યા ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માના વારસાને કેટલી સારી રીતે આગળ ધપાવી રહ્યો છે. સૂર્યાની નજર હવે આવતા વર્ષે 2026માં રમાનારા T20 વર્લ્ડ કપ પર રહેશે. આ ટુર્નામેન્ટ ફેબ્રુઆરી-માર્ચમાં ભારત અને શ્રીલંકાની સંયુક્ત યજમાનીમાં યોજાશે.

